ચેતી જજો ! શું તમે રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂઈ જાઓ છો ? આ નાનકડી આદત રાતોરાત તમને હોસ્પિટલ સુધી પહોંચાડી દેશે
ઘણા લોકો રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂવાનું પસંદ કરે છે. કેટલાકને અંધારાથી ડર લાગે છે, જ્યારે કેટલાક ટીવી કે મોબાઇલ ફોન જોતા-જોતા સૂઈ જાય છે. એવામાં શું તમે જાણો છો કે, આ નાની આદત શરીરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે?

લાઇટ ચાલુ રાખીને સૂવાથી ફક્ત તમારી ઊંઘની ગુણવત્તા પર જ અસર થતી નથી પરંતુ તે અલગ અલગ પ્રકારની શારીરિક સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. હેલ્થલાઇનના એક અહેવાલ મુજબ, જ્યારે તમે લાઇટ ચાલુ રાખીને સૂઓ છો, ત્યારે તમારું મગજ સંપૂર્ણ આરામ કરતું નથી. ટૂંકમાં તમારા મગજને લાગે છે કે, હજુ પણ દિવસ ચાલી રહ્યો છે. હવે આના લીધે તમારા શરીરને ગાઢ ઊંઘ મળતી નથી. પરિણામે, તમે સવારે થાકેલા જેવું અને સુસ્ત અનુભવો છો.

રિપોર્ટ મુજબ, રાત્રે ટીવી, મોબાઇલ ફોન અને લેપટોપમાંથી નીકળતી Blue Light તમારા મૂડને અસર કરે છે. તે શરીરમાં મેલાટોનિન હોર્મોનના ઉત્પાદનને અટકાવે છે, જે તમને ઊંઘવામાં મદદ કરે છે. આનાથી ચીડિયાપણું, મૂડ સ્વિંગ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, ફક્ત લાઇટ ચાલુ રાખીને સૂવાથી મોટાપા જેવી સમસ્યા થઈ શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જે સ્ત્રીઓ ટીવી અથવા લાઇટ ચાલુ રાખીને સૂતી હતી, તેમના વજન વધી ગયા હોવાની શક્યતા વધુ હતી. સરળ રીતે કહીએ તો, લાઇટ ચાલુ રાખીને સૂવાથી તમારી ઊંઘની ગુણવત્તામાં અવરોધ આવી શકે છે, જેનાથી તમને બીજા દિવસે વધુ ભૂખ લાગી શકે છે.

સારી ઊંઘ લેપ્ટિન અને ઘ્રેલિન જેવા ભૂખ કંટ્રોલ કરનારા હોર્મોન્સને નિયંત્રિત કરે છે. પૂરતી ઊંઘ ન મળવાથી ભૂખના હોર્મોન ઘ્રેલિનનું નિયંત્રણ ગુમાવી શકાય છે. આ હોર્મોન વધે છે, જેના કારણે તમને વારંવાર ભૂખ લાગે છે.

વધુમાં, લાઈટ ચાલુ રાખીને લાંબા સમય સુધી સૂવાથી ઊંઘનો અભાવ થઈ શકે છે, જેનાથી બ્લડ પ્રેશર, હૃદય રોગ અને ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ વધી જાય છે. આમ, લાઈટ ચાલુ રાખીને સૂવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.
