AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવા કપડાંનો રંગ ક્યારેય નહીં જાય! બસ ધોતા પહેલાં અજમાવો આ સરળ ‘ઘરેલું ઉપાય’

નવા કપડાં ખરીદ્યા પછી સૌથી મોટી ચિંતા એ હોય છે કે પહેલી જ વાર ધોવાથી ક્યાંક તેનો રંગ ઉડી ન જાય. ઘણીવાર કેટલાક કપડાં પહેલી જ ધોલાઈમાં ઝાંખા પડી જાય છે અને તેનો રંગ બીજા કપડાં પર પણ ચોંટી જાય છે. જો તમારી સાથે પણ આવું થતું હોય, તો કપડાંનો રંગ પાકો કરવા માટે આ સરળ અને અસરકારક ઘરેલું ઉપાય ચોક્કસ અજમાવો.

નવા કપડાંનો રંગ ક્યારેય નહીં જાય! બસ ધોતા પહેલાં અજમાવો આ સરળ 'ઘરેલું ઉપાય'
Image Credit source: AI Generated
| Updated on: Sep 28, 2026 | 9:45 PM
Share

નવા કપડાં ખરીદ્યા પછી સૌથી મોટી ચિંતા એ હોય છે કે, પહેલી વાર તે કપડાં ધોવાથી ક્યાંક તેનો રંગ નીકળી ન જાય. ઘણી વાર કેટલાક કપડાં પહેલી વાર ધોયા પછી જ જૂના લાગવા માંડે છે.

સાથે જ આ કપડાંનો રંગ બીજા કપડાં પર પણ લાગી જાય છે. હવે આ જ સમસ્યાના ઉકેલ માટે કેટલાંક સરળ ઘરેલું ઉપાય અજમાવો, જેથી કપડાંનો રંગ એકદમ ફિક્સ થઈ જશે.

આ વસ્તુની જરૂર પડશે

આના માટે તમને 50 થી 60 ગ્રામ ફટકડી અને આશરે બે મુઠ્ઠી મીઠાની જરૂર પડશે.

કપડાંના રંગને પાકો કરવા માટે શું કરવું?

  1. આના માટે એક મોટા વાસણ અથવા ડોલમાં આશરે 10 થી 12 લિટર પાણી લો. ધ્યાન રાખો કે, પાણી ગરમ ન હોવું જોઈએ.
  2. હવે, તેમાં આશરે 50 થી 60 ગ્રામ ફટકડી નાખો. ફટકડીને પહેલાં થોડી ખાંડી લો, પછી પાણીમાં નાખીને સારી રીતે મેળવી દો.
  3. ત્યારબાદ તેમાં આશરે 100 ગ્રામ મીઠું નાખો. પાણીના પ્રમાણ અને કપડાંની સંખ્યા મુજબ મીઠાનું પ્રમાણ થોડું ઓછું-વધારે કરી શકાય છે.
  4. હવે, જે કપડાંનો રંગ નીકળવાનો ડર હોય, તેને ખોલીને આ પાણીમાં બોળી દો. કપડાંઓને ઓછામાં ઓછા 2 કલાક સુધી આ પાણીમાં પલાળી રાખો.
  5. બે કલાક પછી કપડાં બહાર કાઢો અને ચોખ્ખા પાણીથી સારી રીતે ધોઈ લો.
  6. એક કે બે વાર ચોખ્ખા પાણીથી ધોવાથી કપડાંમાં લાગેલું મીઠું અને ફટકડી નીકળી જશે. આ દરમિયાન કપડાંમાંથી થોડો રંગ નીકળી શકે છે પરંતુ આ પછી ક્યારેય કપડાંમાંથી રંગ નહીં નીકળે.

કપડાં કડક લાગે તો આ કામ કરો

ફટકડી અને મીઠા વાળા પાણીથી ધોયા પછી કોટનના કપડાં થોડા કડક લાગી શકે છે. તેને સોફ્ટ કરવા માટે એક ડોલ પાણીમાં આશરે બે ચમચી ખાવાનો સરકો (Vinegar) નાખો.

તેમાં કપડાંઓને આશરે 30 મિનિટ સુધી પલાળી રાખો. ત્યારબાદ કપડાં બહાર કાઢીને સૂકવી દો. આમ કરવાથી તમારા કપડાંનો રંગ પણ પાકો થઈ જશે, સાથે જ કપડાં સોફ્ટ પણ રહેશે.

આ વાતોનું પણ ધ્યાન રાખો

આ ઉપાય સિવાય બીજી કેટલીક વાતો પર પણ ધ્યાન આપવું જરૂરી છે. કપડાંનો રંગ લાંબા સમય સુધી જાળવી રાખવા માટે તેને તીવ્ર તડકામાં સૂકવવાનું ટાળો.

આ સિવાય કપડાંઓને હંમેશાં ઊંધા કરીને અને આછા તડકામાં સૂકવો. આ રીતે એક નાનકડો ઘરેલું ઉપાય અજમાવીને તમે તમારા નવા કપડાંનો રંગ ફિક્સ કરી શકો છો અને રંગ નીકળવાથી બચાવી શકો છો.

Disclaimer: આ પોસ્ટમાં આપવામાં આવેલી માહિતી અને ઘરેલું ઉપાયો માત્ર સામાન્ય જ્ઞાન તેમજ માહિતીના હેતુ માટે છે. કાપડની ગુણવત્તા અને ડાઇ (રંગ) ના પ્રકાર મુજબ પરિણામ અલગ-અલગ હોઈ શકે છે. કોઈપણ ઉપાય આખા કપડા પર અજમાવતા પહેલાં કપડાના કોઈ નાના ખૂણા પર ટેસ્ટ કરી લેવાની સલાહ આપવામાં આવે છે.

Breaking News: દિવાળી પહેલાં મોંઘા થશે AC, TV, ફ્રિજ અને વોશિંગ મશીન… 5 થી 8% ભાવ વધારાની તૈયારી

Follow Us
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણીનો કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણીનો કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
Breaking News : દૂધ બાદ અમુલના દહીં અને લસ્સીના ભાવ વધ્યા
Breaking News : દૂધ બાદ અમુલના દહીં અને લસ્સીના ભાવ વધ્યા
લાભ પાંચમના શુભ દિવસથી જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હરાજીનો પ્રારંભ
લાભ પાંચમના શુભ દિવસથી જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હરાજીનો પ્રારંભ
Breaking News : ગુજરાતમાં આગામી 7 દિવસ સૂકું વાતાવરણ
Breaking News : ગુજરાતમાં આગામી 7 દિવસ સૂકું વાતાવરણ
અમદાવાદમાં 16 નવેમ્બરે પાણી પુરવઠો બંધ રહેશે
અમદાવાદમાં 16 નવેમ્બરે પાણી પુરવઠો બંધ રહેશે
ગોંડલ માર્કેટિંગ યાર્ડ દિવાળીની રજાઓ બાદ ફરી ધમધમતું થયું ! Video
ગોંડલ માર્કેટિંગ યાર્ડ દિવાળીની રજાઓ બાદ ફરી ધમધમતું થયું ! Video
CMના નિવાસસ્થાને PM મોદીએ 3.30 કલાક કરી બેઠક, આપ્યો ચૂંટણીલક્ષી મંત્ર
CMના નિવાસસ્થાને PM મોદીએ 3.30 કલાક કરી બેઠક, આપ્યો ચૂંટણીલક્ષી મંત્ર
g clip-path="url(#clip0_868_265)">