AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત, 108 ડેમમાં 50%થી ઓછું જળસ્તર

Breaking News: નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત, 108 ડેમમાં 50%થી ઓછું જળસ્તર

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2026 | 1:27 PM
Share

ગુજરાતમાં નબળા ચોમાસાની અસર હવે જળાશયોના જળસ્તર પર પણ જોવા મળી રહી છે. રાજ્યના 108 જળાશયોમાં 50 ટકાથી ઓછો પાણીનો જથ્થો નોંધાયો છે. જ્યારે 72 જળાશયોમાં જળસ્તર 25 ટકાથી પણ નીચે પહોંચી ગયું છે. રાજ્યમાં હાલ 32 જળાશયો છલોછલ ભરાયેલા છે, જોકે અનેક વિસ્તારોમાં પાણીના સંગ્રહને લઈને ચિંતા યથાવત છે.

કચ્છમાં સૌથી ઓછું જળસ્તર

ઝોન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં જળાશયોમાં સૌથી ઓછો 32.61 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. કચ્છ બાદ ઉત્તર ગુજરાતમાં પણ જળસંગ્રહનું પ્રમાણ ઓછું છે. ઉત્તર ગુજરાતના જળાશયોમાં હાલ 46.69 ટકા પાણીનો જથ્થો નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ પાણી

બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં જળાશયોની સ્થિતિ અન્ય ઝોનની સરખામણીએ સારી છે. દક્ષિણ ગુજરાતમાં 85 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. મધ્ય ગુજરાતમાં જળાશયોમાં 72.16 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં 51.84 ટકા જળસંગ્રહ

સૌરાષ્ટ્રના જળાશયોમાં હાલ 51.84 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જોકે સમગ્ર રાજ્યમાં 108 જળાશયોમાં 50 ટકાથી ઓછું જળસ્તર અને 72 જળાશયોમાં 25 ટકાથી ઓછું પાણી હોવાથી આગામી સમયમાં જળસંગ્રહની સ્થિતિ મહત્વપૂર્ણ બની રહેશે.

સરદાર સરોવર 99 ટકા ભરાયું

ગુજરાત માટે રાહતની વાત એ છે કે સરદાર સરોવર જળાશયમાં 99 ટકા જળસ્તર નોંધાયું છે. જોકે રાજ્યના અન્ય જળાશયોમાં પાણીના જથ્થામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના જળાશયોમાં ઓછા જળસંગ્રહને કારણે આગામી સમય માટે પાણીના આયોજન પર નજર રહેશે.

આ પણ વાંચો- Breaking News : લઠ્ઠાકાંડ જેવી ઘટના બને તે પહેલા પોલીસ કાર્યવાહી, અમદાવાદ આ વિસ્તારમાં નકલી દારૂની મીની ફેક્ટરી ઝડપાઇ, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">