AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કુરિયર મારફતે ₹475 કરોડના સોનાની દાણચોરીનો પર્દાફાશ, DRI એ બોગસ પેઢીઓનું નેટવર્ક પકડી 6.61 કિલો ગોલ્ડ ઝડપ્યું

Breaking News: કુરિયર મારફતે ₹475 કરોડના સોનાની દાણચોરીનો પર્દાફાશ, DRI એ બોગસ પેઢીઓનું નેટવર્ક પકડી 6.61 કિલો ગોલ્ડ ઝડપ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2026 | 9:23 PM
Share

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ દેશવ્યાપી ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ, મુંબઈ, દિલ્હી સહિત 5 શહેરોમાં દરોડા પાડી ₹10.36 કરોડની કિંમતનું 6.61 કિલો સોનું જપ્ત કરી મુખ્ય સૂત્રધાર સહિત 11 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ દેશવ્યાપી સોનાની દાણચોરી કરતી એક મોટી સિન્ડિકેટ સામે કડક કાર્યવાહી હાથ ધરીને નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. DRI ની ટીમોએ અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ગુવાહાટીમાં એકસાથે સંયુક્ત ઓપરેશન ચલાવીને ₹10.36 કરોડથી વધુ કિંમતનું 6.61 કિલો સ્મગલિંગ કરાયેલું વિદેશી સોનું જપ્ત કર્યું છે.

આ કાર્યવાહી દરમિયાન મુખ્ય સૂત્રધાર સહિત કુલ 11 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીઓ કુરિયર કન્સાઇનમેન્ટમાં સોનું છુપાવીને અલગ-અલગ શહેરોમાં મોકલતા હતા. આ ગેંગે છેલ્લા 9 મહિનામાં આશરે ₹475 કરોડની કિંમતનું 318 કિલો સોનું દેશભરમાં ટ્રાન્સપોર્ટ કર્યું હતું. મોકલનાર અને મેળવનાર કોઈપણ માન્ય વ્યવહાર વિના માત્ર કાગળ પર ઊભી કરાયેલી બોગસ પેઢીઓ અને વ્યક્તિઓના નામે આ કુરિયર રેકેટ ચલાવતા હતા. હાલ DRI દ્વારા આ દાણચોરીના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ તેજ કરવામાં આવી છે.

Viral clip: એક્ઝોસ્ટ ફેન સામે લગાવી દીધી પવનચક્કી, મફતમાં બનવા લાગી 11,000 યુનિટ વીજળી, કેટલો કારગર છે આ દેશી જુગાડ? -જુઓ Video

Published on: Sep 28, 2026 09:22 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">