કયા લોકોએ ‘ચા’ પીવાનું તરત બંધ કરી દેવું જોઈએ ? સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો અને નુકસાન વિશે જાણો
આપણે ત્યાં મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ગરમ-ગરમ ચાની ચુસકી સાથે થાય છે. 'ચા' આપણને તાજગી આપે છે પરંતુ શું તમે જાણો છો કે, આ જ 'ચા' કેટલાક લોકો માટે સ્વાસ્થ્યનું મોટું નુકસાન બની શકે છે? ચામાં રહેલું કેફીન તેમજ ટેનિન તમને તરત જ એનર્જી આપે છે પણ લાંબાગાળે તે શરીરમાં એસિડિટી અને પોષક તત્વોની ઊણપ ઊભી કરી શકે છે. એવામાં સવાલ એ છે કે, કયા લોકોએ 'ચા' પીવાથી બચવું જોઈએ?

ભારતીય ઘરોમાં મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચાના ગરમ-ગરમ ઘૂંટડા (સિપ) સાથે થાય છે. એવામાં શું તમે જાણો છો કે, ચાનું સેવન કેટલાક લોકો માટે નુકસાનકારક હોઈ શકે છે? હવે સવાલ એ છે કે, કયા લોકોએ ચા પીવાથી બચવું જોઈએ અને વધુ પડતી ચા પીવાથી સ્વાસ્થ્યને શું-શું નુકસાન થઈ શકે છે?

ગેસ્ટ્રોલોજિસ્ટના જણાવ્યા અનુસાર, ચામાં હાજર ટેનિન ચાને ડાર્ક કલર અને સ્વાદમાં કડક બનાવે છે. આમ તો તે તરત જ એનર્જીને બૂસ્ટ કરે છે પરંતુ થોડી વાર પછી એટલી જ ઝડપથી થાક અનુભવ કરાવી શકે છે.

વાસ્તવમાં, ચામાં હાજર ટેનિન એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી ગેસ્ટ્રિક બેરિયર ઈરિટેટ થાય છે, જેનાથી એસિડિટી કે બળતરા અનુભવાઈ શકે છે.

ચામાં જ્યારે દૂધ અને ખાંડ ઉમેરવામાં આવે છે, ત્યારે તેનાથી કેલરી અને સુગરનું પ્રમાણ વધે છે, જે ઈન્સ્યુલિનના સ્તરને પ્રભાવિત કરી શકે છે. કેટલીક મેડિકલ કન્ડીશન (તબીબી પરિસ્થિતિઓ)માં તમારે ચાનું સેવન કરવાથી બચવું જોઈએ.

ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ ડિસીઝ એટલે કે GERD થી પીડાતા લોકોએ ખાસ કરીને ગંભીર સ્થિતિમાં ચા પીવાથી બચવું જોઈએ. બીજી તરફ, ગર્ભવતી મહિલાઓએ પણ ચાનું સેવન સીમિત રાખવું જોઈએ, કારણ કે તેમાં રહેલું કેફીન પ્લેસેન્ટા (ગર્ભનાળ) દ્વારા બાળકના શરીર સુધી પહોંચી શકે છે.

જો તમારા શરીરમાં આયર્નની ઊણપ હોય, તો પણ ચાનું સેવન ઓછું કરવા અથવા બંધ કરવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય જે લોકોને એંગ્ઝાયટી (ચિંતા) કે પેનિક એટેકની સમસ્યા હોય, તેમણે પણ કેફીનવાળી ચાનું સેવન કરવાથી બચવું જોઈએ.

જો તમને કોઈ મેડિકલ કન્ડીશન ન હોય તો પણ તમે દરરોજ બે કપથી વધુ ચા ન પીઓ. સારી ઊંઘ માટે સાંજે પાંચ વાગ્યા પછી ચા ન પીઓ. ચામાં રિફાઈન્ડ સુગર (સફેદ ખાંડ)નો ઉપયોગ કરવાનું ટાળો. સવારે ઉઠીને ખાલી પેટ ચા પીવી એ પાચનતંત્ર (ગટ હેલ્થ) માટે નુકસાનકારક છે. સવારે પહેલાં નવસેકું (હૂંફાળું) પાણી પીઓ, હળવો નાસ્તો કરો અને પછી ચાલીસ મિનિટ પછી ચા પીઓ. ચાને ભારે ખોરાક (હેવી મીલ્સ) સાથે ક્યારેય ન પીઓ કારણ કે તે શરીરમાં આયર્ન, ઝિંક અને પ્રોટીનના શોષણને (અબ્સોર્પ્શન) રોકી દે છે. ભોજન લેવાના 45 મિનિટ પહેલાં અને પછી ચા પીવાથી બચો.
ડિસ્ક્લેમર: (આ આર્ટિકલમાં સૂચવેલ ટિપ્સ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ પણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા પોતાના આહારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા કે કોઈ પણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈ પણ પ્રકારના દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)
કોલેસ્ટ્રોલ નોર્મલ છે છતાં કેમ આવે છે ‘હાર્ટ અટેક’? આ 5 આદતો તમારા હૃદયને બનાવી રહી છે ‘નબળું’
