Breaking News: સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓની જિંદગી જોખમમાં, પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી છોકરીઓના જીવ સાથે ‘રમત’
અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પીવાના પાણીમાં મૃત ગરોળી અને ભોજનમાં વારંવાર જીવાત મળવાના આક્ષેપો સામે આવ્યા છે. વિદ્યાર્થીનીઓએ ભોજનની ગુણવત્તા, અપૂરતી પાણીની સુવિધા અને લિફ્ટની સમસ્યાઓને લઈને હોસ્ટેલ તંત્ર સામે ધરણા યોજ્યા છે. વિદ્યાર્થીનીઓના આરોગ્ય અને સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે. હોસ્ટેલના પીવાના પાણીમાં મૃત ગરોળી મળી હોવાનો આક્ષેપ છે, જ્યારે ભોજનમાં નિયમિતપણે જીવાત નીકળતી હોવાની ફરિયાદો પણ સામે આવી છે. આ મુદ્દે વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલ તંત્ર સામે ધરણા યોજી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
વિદ્યાર્થીનીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી ભોજનમાં જીવાત (જેમ કે દાળમાં જીવડા, મગમાં કાનખજૂરો, કઢીમાં ઇયળ) મળી રહી છે. પીવાના પાણીની ગુણવત્તા પણ અત્યંત ખરાબ છે. અપૂરતી સુવિધાઓ જેવી કે, બે નળ પર હજાર છોકરીઓને પાણી ભરવું પડવું અને વારંવાર લિફ્ટ બંધ રહેવા જેવી સમસ્યાઓ પણ સામે આવી છે. આ મુદ્દે ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, માત્ર “કામ થઈ જશે” જેવા જવાબો મળે છે.
હોસ્ટેલના અધિકારીઓ સ્વીકારે છે કે, ફરિયાદો મળે છે અને તેઓ એજન્સીને નોટિસ આપે છે. વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે, વારંવારની ફરિયાદો છતાં પરિસ્થિતિ સુધરતી નથી. આ આક્ષેપો બાદ હોસ્ટેલની ભોજન અને પાણીની ગુણવત્તા તેમજ સુવિધાઓ અંગે તાત્કાલિક તપાસ અને સુધારાત્મક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.
Breaking News : અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત
મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત

