પિતા જીવિત હોય ત્યાં સુધી દીકરાએ ન કરવા જોઈએ આ 5 કામ, જાણો ક્યા છે આ 5 કર્મ
હિંદુ પરંપરા અનુસાર માતાપિતાને પ્રત્યક્ષ ઈશ્વરનું સ્થાન આપવામાં આવ્યુ છે. ગરુડ પુરાણમાં સૂચવ્યા અનુસાર જ્યાં સુધી પિતા હયાત હોય તો એ જ પરિવારના મુખ્ય મોભી કે માર્ગદર્શક હોય છે. તેમના રહેતા પુત્રએ તેમના વ્યવહાર અને નિર્ણયોમાં કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવુ જોઈએ. જેથી ઘરમાં માન-સન્માન, અનુશાસન અને ખુશીનું વાતાવરણ જળવાઈ રહે. આવો જાણીએ પુત્રએ પિતાની હયાતી હોય ત્યાં સુધી ક્યાં પાંચ કર્મ કરવાથી બચવુ જોઈએ

જ્યાં સુધી પિતા હયાત હોય ત્યાં સુધી ઘરના મુખ્ય નિર્ણયો લેવા, સામાજિક આગેવાની કરવી અને પારિવારિક આયોજનોનું નેતૃત્વ કરવાનો પ્રથમ હક્ક પિતાનો હોય છે. પુત્રને પિતાની પરવાનગી વિના અથવા તો તેમને અવગણીને સ્વયંને પરિવારનો મોભી જાહેર ન કરવો જોઈએ. પિતા હયાત હોય ત્યાં સુધી પુત્રએ હંમેશા તેમના સહયોગી અથવા પ્રતિનિધિ તરીકે કાર્ય કરવુ જોઈએ.

ગરૂડ પુરાણ અનુસાર પૂર્વજોના તર્પણ, પિંડદાન કે શ્રાદ્ધ કરવાનો પ્રથમ હક્ક પિતાનો હોય છે. જો પિતા હયાત છે તો પુત્રએ ખુદ મુખ્યકર્તા બની પૂર્વજોના શ્રાદ્ધ કે પિંડદાન કરવા જોઈએ નહીં.

આ દરમિયાન પુત્રએ તેના પિતાની સાથે એક સહયોગીની જેમ ધાર્મિક અનુષ્ઠાનોમાં સામેલ થવુ જોઈએ પરંતુ મુખ્ય સ્થાન પિતાને આપવુ જોઈએ.

ગરુડ પુરાણ અનુસાર જો પિતા હયાત હોય પરંતુ અસ્વસ્થ કે અશક્ત હોય તો પિતાના વતી પુત્ર તેમની ફરજો અને પિતૃકાર્ય ચોક્કસ કરી શકે છે.

જો પુત્ર તેમની કમાણીમાંથી કોઈ ધાર્મિક અનુષ્ઠાન, યજ્ઞ, કે દાન-પૂણ્ય કરે છે તો તેને હંમેશા પિતા ના નામને પ્રાથમિક્તા દેવી જોઈએ.

શાસ્ત્રો અનુસાર, જ્યારે પુત્ર કોઈ પૂણ્ય કાર્ય કરે છે તો તેનો શ્રેય સૌથી પહેલા પિતાને આપવાથી કૂળની પ્રતિષ્ઠા વધે છે અને પિતૃ ઋણમાંથી મુક્તિનો માર્ગ મળે છે. પોતાની જાતને મુખ્ય દાતા ગણાવી પિતાના નામને પાછળ રાખવુ મર્યાદાની વિરુદ્ધ ગણાય છે.

કોઈપણ પારિવારિક આયોજન, વિવાહ કે નિમંત્રણ પત્ર, ગૃહ પ્રવેશ કે સામાજિક મંચો પર પિતાના નામને હંમેશા સૌથી ઉપર રાખવુ જોઈએ.

વ્યાવહારિક અને ધાર્મિક દૃષ્ટિએ આ શિષ્ટાચાર એક મહત્વપૂર્ણ હિસ્સો છે. પિતાના જીવિત રહેતા પુત્રનું નામ તેમની પહેલા લખાવુ એ પારિવારિક પદક્રમ અને આદર ભાવથી વિપરીત માનવામાં આવે છે.

પ્રાચીન માન્યતા અનુસાર ઘરના વડીલ જીવિત હોય ત્યાં સુધી પારિવારિક પરંપરાઓ, પ્રતિકો અને રિત-રિવાજોમાં જાતે ફેરફાર કરવો યોગ્ય નથી ગણાતો.

જો કે આજના સમયમાં અનેક નિયમ બદલાઈ ચુક્યા છે પરંતુ તેનો મૂળ ભાવ એ જ છે કે પિતાની હાજરીમાં તેમની અનુમતી વિના કૂળની માન્યતાઓ અને પરંપરાનો અનાદર ન કરવો જોઈએ.
ભાદરવી પૂનમના દિવસે જ કેમ અંબાજી પહોંચે છે લાખો ભક્તો? જાણો પદયાત્રા પાછળની રસપ્રદ માન્યતા અને ઈતિહાસ
