વડોદરામાં ટીપી 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ, સ્થાનિકોએ રેલી કાઢી નોંધાવ્યો વિરોધ- Video
વડોદરામાં ટાઉન પ્લાનિંગ 13ની અંદર આવતા વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની માગ ફરી પ્રબળ બની છે. અન્ય ધર્મના લોકોની સંખ્યા વધી હોવાથી મુશ્કેલી પડતી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. આ માગને લઈને સ્થાનિકોએ અકોટા સ્ટેડિયમથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે.
વડોદરાના ટીપી-13 વિસ્તારમાં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ વિસ્તારમાં અન્ય ધર્મના લોકોની સંખ્યા વધવાને કારણે વિવિધ પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. આ મુદ્દે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. સ્થાનિકોએ અકોટા સ્ટેડિયમથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
રેલી દરમિયાન અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. સ્થાનિકોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે. સાથે જ જો તેમની માગ અંગે કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
જેને માણસે બનાવ્યુ એ AI શું માનવજાતના વિનાશનું કારણ બનશે? સેમ ઓલ્ટમેન-એમોડેઇની ચેતવણીથી ખળભળાટ
Published on: Sep 28, 2026 09:19 PM
Follow Us
Latest Videos
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો
સંગિની માર્કેટમાં આગ, એક ફાયર જવાન ઇજાગ્રસ્ત
પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત
