BSE, NSE કે Groww ? આગામી 12 મહિનામાં કયો શેર આપશે સૌથી વધુ રિટર્ન ?
એક પ્રમુખ વૈશ્વિક બ્રોકરેજ ફર્મે ભારતીય શેરબજારની ત્રણ મોટી કંપની 'BSE, NSE અને Groww' પર પોઝિટિવ દ્રષ્ટિકોણ સાથે 'આઉટપરફોર્મ' (Outperform) રેટિંગ આપ્યું છે. જો કે, આ ત્રણેય કંપનીઓમાંથી આગામી 12 મહિનામાં કઈ કંપની રોકાણકારોને સૌથી વધુ રિટર્ન આપશે? તે જાણવું રસપ્રદ રહેશે.

બ્રોકરેજ ફર્મ મેક્વેરી (Macquarie) દેશના બંને પ્રમુખ સ્ટોક એક્સચેન્જ કંપની બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને તાજેતરમાં લિસ્ટ થયેલી નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ની સાથે-સાથે બિલિયનબ્રેન્સ ગેરેજ વેન્ચર્સ પર ફિદા છે. મેક્વેરીએ આ ત્રણેય કંપનીઓના શેરને આઉટપરફોર્મ રેટિંગ આપતાં આવનારા 12 મહિનામાં બમ્પર રિટર્ન આપવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.

બ્રોકરેજે BSE પર પોતાનો વિચાર રજૂ કરતા એશિયા ખંડના આ સૌથી જૂના સ્ટોક એક્સચેન્જને ચેલેન્જરની સંજ્ઞા આપી છે. બ્રોકરેજે કહ્યું કે, ઇન્ડેક્સ ઓપ્શન્સ પર ફોકસ કરવાથી આ NSEનો એક મજબૂત સ્પર્ધક બની ગયું છે.

મેક્વેરીના જણાવ્યા અનુસાર, BSEના પ્લેટફોર્મના વિસ્તાર અને માર્કેટ શેરમાં વધારાથી રેવેન્યુ અને માર્જિનની નવી તકો બની રહી છે, જેનાથી મજબૂત કૅશ જનરેશનમાં મદદ મળે છે. તેમણે કહ્યું, 'અમે તેને 'આઉટપરફોર્મ' રેટિંગ અને 4,000 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ (TP) સાથે શરૂ કરી રહ્યા છીએ. કમાણીમાં વધારો, માર્જિનમાં વિસ્તાર અને પ્લેટફોર્મ્સથી મળતી નવી તકોના કારણે અમારો દ્રષ્ટિકોણ પોઝિટિવ છે.'

મેક્વેરીએ BSEને ચેલેન્જર તો NSEને ધ ડોમિનેટર (માર્કેટ લીડર) ગણાવ્યું. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, ભારતનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ એનએસઈ માર્કેટ લીડર છે, કારણ કે માર્કેટમાં તેનો હિસ્સો અને તાકાત સૌથી વધુ છે. તેમણે કહ્યું કે, સેવાઓની પૂરી રેન્જ, ટેકનોલોજી અને ભરપૂર લિક્વિડિટી એનએસઈને ભારતના ફાઇનાન્શિયલ સિસ્ટમના વિસ્તારમાં સૌથી મહત્વપૂર્ણ બનાવે છે.

બ્રોકરેજે કહ્યું, 'અમે તેને આઉટપરફોર્મ રેટિંગ અને 1,965 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ (TP) સાથે કવર કરવાનું શરૂ કરી રહ્યા છીએ. મજબૂત નેટવર્ક, ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ નફો અને કૅશની સ્થિતિ અમારા સકારાત્મક દ્રષ્ટિકોણનો આધાર છે.'

મેક્વેરીએ બિલિયનબ્રેનની પણ પહેલી કવરેજ રિપોર્ટ આપી છે. તેમણે તેને ડિસ્રપ્ટર (બજારમાં મોટા ફેરફારો લાવનારી કંપની) નો દરજ્જો આપ્યો. તેમણે કહ્યું કે, ડિજિટલ ફાઇનાન્શિયલ-સર્વિસીસ પ્લેટફોર્મ ગ્રો (GROWW) એક 'ડિસ્રપ્ટર' છે, કારણ કે તે પોતાના ટેક ફર્સ્ટ પ્લેટફોર્મથી ભારતના રિટેલ સ્ટોક બ્રોકરેજ ઇન્ડસ્ટ્રીમાં મોટો ફેરફાર લાવી રહ્યું છે.

GROWW નો પ્લેટફોર્મ બેઝ્ડ અપ્રોચ એવા ફાયદા (ફ્લાયવ્હીલ બેનિફિટ્સ) અપાવે છે, જેનાથી માર્કેટ શેર વધે છે. આ સિવાય વધુ માર્જિન મળે છે અને સારું કેશ જનરેટ થાય છે. તેમણે એ પણ કહ્યું કે, 'અમે GROWW માટે આઉટપરફોર્મ રેટિંગ અને 260 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરી રહ્યા છીએ.'

મેક્વેરીનું માનવું છે કે, BSE આગામી 12 મહિનામાં 4,000 નું સ્તર સ્પર્શશે, જે 28 સપ્ટેમ્બરના ઇન્ટ્રાડે લો (Low) 3,112.10 થી 28.53% વધુ છે. તેવી જ રીતે, NSE માટે તેનો અંદાજ 1,965 રૂપિયાનો છે, જે આજના 28 સપ્ટેમ્બરના ઇન્ટ્રાડે લો (Low) 1,761 ના લેવલથી 11.58% વધુ છે.

બીજી તરફ, ગ્રો માટે 260 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આજના ઇન્ટ્રાડે લો (Low) લેવલ 182.40 થી 42.54% વધુ છે. ટૂંકમાં, રિટર્નના મામલે BSE અને NSEને પછાડીને GROWW આગળ નીકળી ગયું છે. બસ તેની પાછળ BSE અને લાઇનના અંતમાં NSE છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
વેદાંતાના 4 નવા શેરમાં કોણ છે ‘લાંબી રેસનો ઘોડો’? કઈ કંપનીમાં રોકાણ કરવું ફાયદાકારક અને કોણ આપશે બમ્પર રિટર્ન?
