છે ને ગજબ! ભારતના આ રાજ્યમાં હવે કચરો આપશો તો ભરપેટ જમવાનું મળશે, તમે કાફેની મુલાકાત લીધી કે નહી?
ભારતમાં એક રાજ્ય એવું છે કે, જ્યાં તમે કચરો આપીને જમવાનું જમી શકો છો. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ વાત સાચી છે.

કચરો ઉપાડનારાઓ કચરો ઉપાડીને લઈ જાય છે, આ વાત ખૂબ જ સામાન્ય લાગે છે. હવે આમાં આશ્ચર્યજનક વાત એ છે કે, ભારતમાં આવેલ એક કાફેએ ખાસ પગલું ભર્યું છે. વાત એમ છે કે, ભારતના એક રાજ્યમાં પ્લાસ્ટિકના કચરાના બદલામાં તમને 'ફ્રી'માં જમવાનું મળે છે.

જણાવી દઈએ કે, ભારત સ્થિત આ કાફે 'ગાર્બેજ કાફે' તરીકે પ્રખ્યાત છે. વાસ્તવમાં, આ પહેલ વર્ષ 2019 માં શરૂ કરવામાં આવી હતી. આ કાફેનો ઉદ્દેશ્ય પર્યાવરણને સ્વચ્છ બનાવવાનો અને જરૂરિયાતમંદોને ભોજન પૂરૂં પાડવાનો છે.

આ કાફેમાં એક કિલો (1000 ગ્રામ) પ્લાસ્ટિક આપવા પર એક ફૂલ ડિશ ભોજન આપવામાં આવે છે. આ સિવાય અડધો કિલો (500 ગ્રામ) પ્લાસ્ટિક આપવા પર વડાપાંવ કે સમોસા જેવો નાસ્તો આપવામાં આવે છે.

આ કાફેની અનોખી પહેલથી એકસાથે બે સમસ્યાઓનું નિરાકરણ આવ્યું છે. કાફેના આ પગલાથી પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવતા પ્લાસ્ટિકને સરળતાથી એકત્રિત કરી શકાય છે અને પછી રિસાયક્લિંગ માટે મોકલી શકાય છે. આ ઉપરાંત, કચરાના ઢગલા ઘટાડવામાં મદદ મળી શકે છે અને પર્યાવરણને સ્વચ્છ બનાવી શકાય છે.

બીજું કે, ગરીબીને કારણે ઘણા દિવસો સુધી ભૂખ્યા સૂતા લોકો માટે આ કાફે કોઈ ચમત્કારથી ઓછો નથી. આ 'ગાર્બેજ કાફે' ખરેખર એક નવી વિચારસરણી અને જન કલ્યાણ માટે એક ઉમદા પગલું છે.

ભારત સ્થિત આ 'ગાર્બેજ કાફે' છત્તીસગઢના અંબિકાપુર શહેરમાં આવેલું છે. વાસ્તવમાં, આ પહેલ અંબિકાપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી હતી.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો
