AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phone Safety Tips: મોબાઇલ વાપરતા હો તો આ ભૂલ ન કરતાં, નહીં તો જવું પડશે જેલ

જો તમારા મોબાઇલમાં કોઈ ગેરકાયદેસર કે શંકાસ્પદ વસ્તુ મળી જાય, તો તમને કાનૂની મુશ્કેલી પડી શકે છે. તેથી, ફોનની સુરક્ષા અને તેમાં રહેલી માહિતીને હંમેશા ગંભીરતાથી લો અને ડિજિટલ દુનિયામાં સાવચેત રહેવું અત્યંત જરૂરી છે.

| Updated on: Jan 29, 2026 | 6:07 PM
Share
આજના સમયમાં મોબાઇલ ફોન આપણા જીવનનો ખૂબ જ મહત્વનો ભાગ બની ગયો છે. એમાં બેંકિંગ કામ, ઓફિસનું કામ, ફોટા પાડવા, ખરીદી કરવી  બધું જ થઈ જાય છે. પરંતુ ઘણીવાર નાની બેદરકારી પણ મોટી કાનૂની મુશ્કેલી ઊભી કરી શકે છે. કેટલાક લોકો મજાકમાં, કૌતુહલથી કે અજાણતા તેમને મળેલા ફોટા, વીડિયો અથવા એપ્સ ફોનમાં સાચવી લે છે. તેમને ખબર જ નથી હોતી કે આવી સામગ્રીને કારણે પોલીસ કાર્યવાહી પણ થઈ શકે છે. ( Credits: AI Generated )

1 / 6
આજકાલ સાયબર સેલ મોબાઇલમાં રહેલા ડેટાને મજબૂત પુરાવા તરીકે લે છે. જો ફોનમાં કોઈ ગેરકાયદેસર વસ્તુ મળી જાય, તો ફરિયાદ ન હોવા છતાં પણ કાર્યવાહી થઈ શકે છે. તેથી, કઈ બાબતો તમને મોટી મુશ્કેલીમાં નાખી શકે છે અને કઈ બાબતો તરત ટાળવી જોઈએ તે જાણવું બહુ જરૂરી છે. હવે સમજીએ કે કયા કામ તમને જેલ સુધી લઈ જઈ શકે છે. ( Credits: AI Generated )

2 / 6
મોબાઇલ માટે સૌથી મોટી મુશ્કેલી ગેરકાયદેસર ડિજિટલ વસ્તુઓ છે. તેમાં અયોગ્ય ફોટા-વિડિયો, બાળ પોર્નોગ્રાફી, ગેરકાયદેસર હથિયારોની માહિતી, ડ્રગ્સની ખરીદી-વેચાણની ચેટ, ખોટા દસ્તાવેજો અને હેકિંગ માટેના ટૂલ્સ આવી જાય છે. ઘણા લોકો એવું સમજે છે કે તેમણે આ બનાવ્યું નથી, ફક્ત ફોરવર્ડ કર્યું છે એટલે કોઈ વાંધો નહીં આવે. પરંતુ કાયદા મુજબ ફક્ત મોકલવું કે રાખવું પણ ગુનો જ ગણાય છે. ( Credits: AI Generated )

3 / 6
આવી ગેરકાયદેસર ફાઇલ ડાઉનલોડ કરવી, ફોનમાં સાચવી રાખવી કે આગળ મોકલવી આ ત્રણેય કામ કાયદાની નજરે ગુનો છે. વોટ્સએપ, ટેલિગ્રામ અથવા ઇમેઇલથી મળતી દરેક ફાઇલ સલામત હોય એવું નથી. એક જ  ક્લિક તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજકાલ પોલીસ ફક્ત ગેલેરી જ નહીં, પણ ક્લાઉડમાં સાચવેલો અને ડિલીટ કરેલો ડેટા પણ તપાસી શકે છે. તેથી અજાણ્યા નંબર પરથી આવતી શંકાસ્પદ તસવીરો, વીડિયો કે ફાઇલ તરત ડિલીટ કરી દેવું એ સૌથી યોગ્ય રસ્તો છે. ( Credits: AI Generated )

4 / 6
આજના સમયમાં પોલીસ માત્ર ફોટા અને વીડિયો સુધી સીમિત નથી રહેતી. તેઓ મોબાઇલમાં રહેલા મેસેજ અને એપ્સની પણ તપાસ કરે છે. નફરત ફેલાવતી પોસ્ટ, અફવા, ધમકી આપતા સંદેશા અને ખોટી ખબર શેર કરવી મોટો ગુનો ગણાય છે. સાથે સાથે, નકલી લોન એપ્સ, ગુપ્ત રીતે નજર રાખતી જાસૂસી એપ્સ અને પૈસા ચોરી કરતું સોફ્ટવેર પણ તમને કાનૂની મુશ્કેલીમાં મૂકી શકે છે. ( Credits: AI Generated )

5 / 6
ઘણા લોકો ઓનલાઈન કમાણી કે કોઈને ટ્રેક કરવાની લાલચમાં આવીને આવી એપ્સ ઇન્સ્ટોલ કરી લે છે. પછી એ જ એપ્સ અને ડેટા તેમની સામે પુરાવા બની જાય છે. જો તમારો મોબાઇલ છેતરપિંડી, બ્લેકમેલિંગ અથવા ખોટી ખબર ફેલાવવાના નેટવર્ક સાથે જોડાયેલો મળ્યો, તો પોલીસ તમને પૂછપરછ માટે બોલાવી શકે છે. એટલે સૌથી સારું એ છે કે ફોનમાં ફક્ત વિશ્વસનીય એપ્સ જ રાખો, અજાણી એપ્સ તરત દૂર કરો અને કોઈ પણ ફાઇલ કે માહિતી સેવ કરતા પહેલા સારી રીતે વિચાર કરો. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )

6 / 6

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

g clip-path="url(#clip0_868_265)">