WTC ફાઈનલ જીતનાર ટીમને મળશે 31 કરોડ, ICCએ પ્રાઈઝ મનીમાં કર્યો અનેક ગણો વધારો
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાએ 11 જૂનથી લંડનના લોર્ડ્સ સ્ટેડિયમમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે પોતાની ટીમોની જાહેરાત કરી છે. આ વખતે ફાઈનલ ખાસ રહેશે કારણ કે ICCએ મોટી ઈનામી રકમની જાહેરાત કરી છે. આ ઈનામી રકમ છેલ્લી બે ટુર્નામેન્ટમાં આપવામાં આવેલી ઈનામી રકમ કરતાં બમણી છે.

WTC ફાઈનલ 11 જૂને લોર્ડ્સમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ વખતે ICC WTC ફાઈનલમાં પહોંચનારી ટીમોને રેકોર્ડ રકમ આપવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે આ વખતે ફાઈનલમાં પહોંચનારી ટીમો જ નહીં, પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી બધી ટીમો પર પણ પૈસાનો વરસાદ થશે.

આ વખતે WTC ટાઈટલ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થશે, જે પહેલીવાર આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચ્યું છે. આ મેચ 11 થી 15 જૂન સુધી ચાલશે, જ્યારે 16 જૂન રિઝર્વ ડે રહેશે.

ગયા વખતે ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ખિતાબ જીત્યો હતો અને મોટી ઈનામી રકમ મેળવી હતી, પરંતુ આ વખતે તેને તેની અગાઉની જીત કરતા બમણાથી વધુ રકમ મળશે.

ICC ચેરમેન જય શાહે ગુરુવાર, 15 મેના રોજ આ જાહેરાત કરી અને કહ્યું કે આ વખતે વિજેતા અને ઉપવિજેતા વચ્ચે કુલ 5.76 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 49 કરોડ રૂપિયાનું વિતરણ કરવામાં આવશે.

WTC ફાઈનલ જીતનાર ટીમને 3.6 મિલિયન યુએસ ડોલર એટલે કે 31 કરોડ રૂપિયા મળશે. આ અગાઉની બે ફાઈનલ (2021 અને 2023) કરતા 20 લાખ વધુ છે. અગાઉ, ઈનામની રકમ $1.6 મિલિયન હતી.

ફાઈનલમાં હારનારી ટીમને 2.16 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 18.5 કરોડ રૂપિયા મળશે. આ રકમ ગયા વખતની ફાઈનળ કરતા લગભગ ત્રણ ઘણી વધારે છે. અગાઉ, બંને ફાઈનલમાં હારી ગયેલી ભારતીય ટીમને 8 લાખ ડોલર આપવામાં આવ્યા હતા.

આ જાહેરાત કરતા જય શાહે સોશિયલ મીડિયા પર લખ્યું, “આ ઈનામી રકમ ICCનો ટેસ્ટ ક્રિકેટ અને 9 ટીમોની શ્રેષ્ઠ રમતને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે”. જય શાહે વધુમાં કહ્યું, “મને ખાતરી છે કે લોર્ડ્સના દર્શકો તેમજ વિશ્વભરમાંથી આવતા ચાહકોને ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક શાનદાર WTC ફાઈનલ મેચ જોવા મળશે”.

WTC ફાઈનલમાં રમી રહેલી બે ટીમો ઉપરાંત, પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહેલી ભારતીય ટીમને પણ ઘણા પૈસા મળશે. ભારતીય ટીમને 1.44 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 12 કરોડ રૂપિયા મળશે. જ્યારે ચોથા સ્થાને રહેલી ન્યુઝીલેન્ડની ટીમને 1.20 મિલિયન યુએસ ડોલરની ઈનામી રકમ મળશે.

આ ઉપરાંત, ઈંગ્લેન્ડને 960,000 યુએસ ડોલર, શ્રીલંકાને 840,000 યુએસ ડોલર, બાંગ્લાદેશને 720,000 યુએસ ડોલર, વેસ્ટ ઈન્ડિઝને 600,000 યુએસ ડોલર અને પાકિસ્તાનને 480,000 યુએસ ડોલરની ઈનામી રકમ મળશે. (All Photo Credit : PTI / GETTY / X)
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બે ફાઈનલમાં ભારત પહોંચ્યું હતું, પરંતુ ટ્રોફી જીતી શક્યું નહીં. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો



























































