Gujarati News » Photo gallery » | hrithik roshann release the look of saif ali khan from their movie vikram vedha
Vikram Vedha: હૃતિક રોશને રિલીઝ કર્યો સૈફ અલી ખાનનો લૂક, ચાહકો કરી રહ્યા છે પ્રશંશા
2002માં આવેલી ફિલ્મ 'ના તુમ જાનો ના' માં સાથે કામ કર્યા બાદ હવે સૈફ અલી ખાન અને હૃતિક રોશન ફરી એકવાર ફિલ્મ વિક્રમ વેધ દ્વારા મોટા પડદા પર સાથે આવી રહ્યા છે.
હૃતિક રોશન અને સૈફ અલી ખાન ફિલ્મ વિક્રમ વેધામાં સાથે કામ કરી રહ્યા છે.આ ફિલ્મમાં હૃતિક રોશનનો લૂક પહેલા બહાર આવ્યો હતો અને હવે સૈફનો ફર્સ્ટ લુક પણ આવી ગયો છે.સૈફ સફેદ ટી-શર્ટમાં ખુબ ડેશિંગ લાગી રહ્યો છે.ફિલ્મમાં સૈફ વિક્રમનું પાત્ર ભજવી રહ્યો છે. જ્યારે બીજી તરફ હૃતિક વેધાની ભૂમિકા ભજવી રહ્યો છે.
1 / 5
હૃતિકે સૈફનું પોસ્ટર શેર કર્યું અને લખ્યુ,શાનદાર અભિનેતા અને સહકર્મીઓમાંથી એક જેને હું ખૂબ પ્રેમ કરું છું.હું આ અનુભવ જીવવા માટે તૈયાર છું અને તેની રાહ જોઈ શકતો નથી...
2 / 5
ફેન્સથી લઈને સેલેબ્સ સૈફના આ પોસ્ટરના વખાણ કરી રહ્યા છે. પત્ની કરીના કપૂર ખાને પણ સૈફની પ્રશંશા કરી છે.
3 / 5
ફિલ્મની વાત કરીએ તો આ માધ્યમથી સૈફ અને હૃતિક ઘણા વર્ષો પછી સાથે કામ કરી રહ્યા છે.બંનેએ છેલ્લે વર્ષ 2002માં રિલીઝ થયેલી ફિલ્મ 'ના તુમ જાનો ના'માં જોવા મળ્યા હતા.
4 / 5
સૈફે ફિલ્મ વિશે કહ્યુ હતુ કે,આ ખૂબ જ પડકારજનક ફિલ્મ હશે.હૃતિક એક સારો એક્ટર અને ડાન્સર છે. તે સિનેમાનુ જનર ફોર્મ છે, તેથી હું સવારે વહેલો ઊઠીને મારી જાતને તૈયાર કરું છું. તેણે એમ પણ કહ્યું કે જો તેને હૃતિક સાથે ડાન્સ કરવાનું કહેવામા આવ્યુ હોત તો તેણે આ ફિલ્મ ન કરી હોત.