Gold Price Predictions : આ વર્ષે કેટલું મોંઘુ થઈ શકે છે સોનું ? CNBC આવાઝના સર્વેમાં ખુલાસો
સોનાના ભાવમાં વધારો જોતા CNBC ચેનલે એક સર્વે હાથ ધર્યો હતો જેમાં નિષ્ણાંતોને પુછવામાં આવ્યું હતુ કે આ વર્ષે સોનું કેટલું મોંઘુ થઈ શકે છે. જાણો તેમાં શું સામે આવ્યું

સોનાના ભાવમાં રોજ બરોજ નવી વધઘટ જોવા મળે છે. ત્યારે બજેટ બાદ સોનાના ભાવમાં વધારા બાદ આજે સોનાનો ભાવ થોડો ઘટ્યો છે, કારોબારી સપ્તાહના બીજા દિવસે મંગળવારે 22 થી 24 કેરેટ સોનું 400 રૂપિયા સસ્તું થયું છે. ત્યારે સોનાના ભાવમાં રોજની વધઘટ જોયા પછી એક પ્રશ્ન થાય કે હાલ સોનું 84,000ની આસપાસ છે તો વર્ષ દરમિયાન કેટલું મોંઘુ થઈ શકે છે?

સોનાના ભાવમાં વધારો જોતા CNBC ચેનલે એક સર્વે હાથ ધર્યો હતો જેમાં નિષ્ણાંતોને પુછવામાં આવ્યું હતુ કે આ વર્ષે સોનું કેટલું મોંઘુ થઈ શકે છે.

મતદાનમાં ભાગ લેનાર 33 ટકા બ્રોકર્સે કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં સોનું 85,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી જશે. તે જ સમયે, 50 ટકા બ્રોકર્સનું માનવું છે કે વર્ષના અંત સુધીમાં સોનું 90,000 રૂપિયા પ્રતિ ગ્રામ પર રહેશે.

આ સિવાય 17 ટકા બ્રોકરોના મતે, વર્ષના અંત સુધીમાં સોનું 95,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી શકે છે. જોકે, મતદાનમાં સમાવિષ્ટ કોઈપણ દલાલોએ જણાવ્યું નથી કે વર્ષના અંત સુધીમાં સોનું 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી જશે.

આ પોલમાં ભાગ લેનારા 83 ટકા બ્રોકર્સે કહ્યું કે બજારમાં અનિશ્ચિતતાને કારણે તેઓ સોનામાં રોકાણ કરશે. 17 ટકા બ્રોકર્સે કહ્યું કે તેઓ અનિશ્ચિતતાને કારણે સોનામાં રોકાણ નહીં કરે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો

































































