‘Home Loan’ પૂરી થઈ ગઈ ? હવે તરત કરી લો આ ‘5 કામ’, નહીં તો ભવિષ્યમાં થશે મોટું નુકસાન
હોમ લોન પૂરી કરવી એ રાહતની વાત છે પરંતુ આનો અર્થ એ નથી કે, અહીંયા તમારી જવાબદારી પૂરી થઈ ગઈ છે. EMI પૂરી થયા પછી પણ તમારે મિલકતને લગતા ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવા પડે છે.

ઘર લેવું દરેકનું સપનું હોય છે. મોટાભાગના લોકો તેમનું 'ડ્રીમ હાઉસ' ખરીદવા માટે હોમ લોન લે છે અને EMI ભરે છે. જો કે, EMI પૂરી થયા પછી પણ મિલકતમાં કોઈ કાનૂની કે રેકોર્ડ સંબંધિત સમસ્યાઓ ન રહે તે માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવાની જરૂર છે.

બેંકમાંથી બધા ઓરિજનલ દસ્તાવેજો મેળવો: જણાવી દઈએ કે, જ્યારે તમે લોન લીધી ત્યારે તમે મિલકત સંબંધિત બધા મૂળ દસ્તાવેજો બેંકમાં સબમિટ કર્યા. જો કે, હવે લોન બંધ થઈ ગઈ છે, તો પહેલું પગલું એ છે કે બેંકને બધા દસ્તાવેજો પરત કરવા માટે લેખિત વિનંતી સબમિટ કરો. આમાં ટાઇટલ ડીડ, સેલ્સ ડીડ, લોન કરાર, પાવર ઓફ એટર્ની અને લિંક દસ્તાવેજોનો સમાવેશ થાય છે. નિયમો અનુસાર, બેંકે લોન બંધ થયાના 15 દિવસની અંદર તમને આ દસ્તાવેજો પરત કરવા જરૂરી છે.

બેંક પાસેથી 'નો ડ્યુઝ સર્ટિફિકેટ' મેળવો: હવે આગળ તમારે બેંક પાસેથી 'નો ડ્યુઝ સર્ટિફિકેટ' (NOC) મેળવવાનું રહેશે. આ પ્રમાણપત્ર સાબિત કરે છે કે, તમારી લોન સંપૂર્ણપણે ચૂકવવામાં આવી છે અને બેંકનો હવે તમારી મિલકત પર કોઈ અધિકાર નથી. આ પ્રમાણપત્રમાં તમારું નામ, લોન એકાઉન્ટ નંબર, મિલકતનું સરનામું, લોનની રકમ અને ક્લોઝિંગ ડેટ જેવી માહિતી તપાસવાની ખાતરી કરો.

રજિસ્ટ્રાર ઑફિસમાં ‘Lien’ (ગીરો લેવાનો અધિકાર) દૂર કરો: તમે હોમ લોન લો છો, ત્યારે બેંક તમારી મિલકત પર ‘Lien’ (ગીરો લેવાનો અધિકાર) રજીસ્ટર કરે છે. લોન સંપૂર્ણ ચૂકવ્યા પછી આ ‘Lien’ દૂર કરવાની જવાબદારી તમારી છે. આ કરવા માટે તમારે રજિસ્ટ્રાર ઑફિસની મુલાકાત લેવી પડશે અને NOC તેમજ દસ્તાવેજો સબમિટ કરવા પડશે. ‘Lien’ દૂર થયા પછી જ તમે મિલકતના સંપૂર્ણ અને કાયદેસર માલિક બનશો.

નો-એન્કમ્બ્રન્સ સર્ટિફિકેટ અપડેટ કરો: Non-Encumbrance Certificate (NEC) માં મિલકત સંબંધિત તમામ વ્યવહારો વિશે માહિતી હોય છે. લોન કાર્યરત હોય ત્યારે તેમાં 'લોનનો રેકોર્ડ' રહે છે પરંતુ લોન સમાપ્ત થયા પછી તેને અપડેટ કરવાની જરૂર છે. આ કરવા માટે NOC સાથે સબ-રજિસ્ટ્રાર ઑફિસમાં અરજી સબમિટ કરો, જેથી રેકોર્ડ મિલકત પર કોઈ બાકી કે ગીરો નથી.

CIBIL સ્કોર જાતે અપડેટ કરો: બેંકો ઘણીવાર તમારા CIBIL એકાઉન્ટને અપડેટ કરવામાં મોડું કરે છે. આવી સ્થિતિમાં, રિપોર્ટમાં તમારી લોન 'ક્લોઝર પેન્ડિંગ' તરીકે દેખાય છે. આને ટાળવા માટે તમે તમારા NOC અને દસ્તાવેજો સબમિટ કરીને તમારા CIBIL એકાઉન્ટને જાતે અપડેટ કરી શકો છો. આ તમારા ક્રેડિટ સ્કોરમાં સુધારો કરશે અને નવી લોન સાથે ભવિષ્યમાં થતી સમસ્યાઓને અટકાવશે.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
