AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : જગન્નાથ મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

જગન્નાથ મંદિર, અમદાવાદ શહેરમાં સ્થિત, ભગવાન જગન્નાથને સમર્પિત પ્રખ્યાત હિંદુ ધાર્મિક સ્થળ છે. આ મંદિર દર વર્ષે આયોજિત રથયાત્રા માટે વિશેષ ઓળખ ધરાવે છે, જે દેશની સૌથી મહત્વની રથયાત્રાઓમાંના એક રૂપે ગણાય છે, પુરીની રથયાત્રા બાદ તેનું ત્રીજું સ્થાન માનવામાં આવે છે.

| Updated on: Jun 25, 2025 | 7:08 PM
147 વર્ષથી ઉજવાતી જગન્નાથજીની રથયાત્રા, પુરીની રથયાત્રા સાથેજ ઉજવાય છે. પરંપરાગત રીતે, હાથીઓ સૌથી પહેલા ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કરીને યાત્રાનું આગવું નેતૃત્વ કરે છે.

1 / 10
ગુજરાતમાં આ યાત્રા દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી 'પહિંદ વિધિ' તરીકે ઓળખાતી પ્રથા હેઠળ રથના માર્ગની પ્રતીકાત્મક સફાઈ કરીને યાત્રાની શરૂઆત કરે છે.

2 / 10
આ રથયાત્રા અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ લગભગ 14 કિમીનું અંતર કાપે છે અને સરસપુર ખાતે યાત્રા રોકાય છે, જ્યાં ભગવાનના અનુયાયીઓને ભક્તિપૂર્વક ભોજન પીરસવામાં આવે છે.આ યાત્રાને ગુજરાતના લોકોત્સવ તરીકે ઉજવવામાં આવે છે અને પુરી તથા કોલકાતા પછી, અમદાવાદમાં યોજાતી રથયાત્રા ભારતની ત્રીજી સૌથી મોટી અને મહત્ત્વપૂર્ણ રથયાત્રા માનવામાં આવે છે.

3 / 10
અમદાવાદમાં સ્થિત આ મંદિરનો ઇતિહાસ લગભગ 460 વર્ષ જૂનો છે, જ્યાં દર વર્ષ ભગવાન પોતે નગરચર્ચાએ નીકળી ભક્તોને દર્શન આપી આશીર્વાદ આપે છે.

4 / 10
સાંભળવામાં આવે છે કે લગભગ બે શતાબ્દી પહેલા, હનુમાનદાસજી મહારાજે ખેતરમાં હનુમાન દાદાની પ્રતિમા સ્થાપી હતી, જે પછી અહીં જગન્નાથ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.વર્ષ 1878 દરમિયાન નરસિંહદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ પ્રથમ વખત રથયાત્રાનું આયોજન થયું હતું.

5 / 10
જગન્નાથ મંદિરના પ્રથમ મહંત હનુમાનદાસજી મહારાજે 95 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા બાદ તેમની પાછળ સારંગદાસજી, બાગમુકુંદદાસજી, નરસિંહદાસજી, સેવાદાસજી, મહામંડલેશ્વર રામહર્ષદાસજી અને રામેશ્વરદાસજી મહારાજે અનુક્રમે ગાદી સંભાળી હતી. હાલમાં મંદિરની ગાદીપતિ તરીકે દિલિપદાસજી મહારાજ સેવા આપી રહ્યા છે અને સમગ્ર વ્યવસ્થા સંભાળી રહ્યા છે.

6 / 10
નરસિંહદાસજી મહારાજની પ્રેરણાથી પ્રથમ રથયાત્રાનું આયોજન 2 જુલાઈ 1878ના રોજ થયું હતું. ત્યારથી આ યાત્રા પરંપરાગત માર્ગ પરથી અવિરત રીતે અમદાવાદના અનેક વિસ્તારોમાંથી પસાર થાય છે.

7 / 10
શરૂઆતમાં રથયાત્રા બળદગાડાઓ દ્વારા યોજાઈ હતી. અને વર્ષ 1879માં પ્રથમ વખત સરસપુરમાં ભગવાનનું મોસાળું રાખવામાં આવ્યું હતું.આ પાવન યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ પોતાના ભાઈ શ્રી બલરામ અને બહેન શ્રી સુભદ્રાજી સાથે નગરચર્યા માટે નીકળે છે.જગન્નાથજીનો રથ 'નંદિઘોષ', બલરામજીનો રથ 'તલદ્વજ' અને સુભદ્રાજીનો રથ 'કલ્પદ્વજ' તરીકે ઓળખાય છે.

8 / 10
ભરૂચ જિલ્લાના ખલાસ જાતિના ભક્તોએ રથયાત્રામાં ઉપયોગમાં લેવાતા રથો નારિયેળના વૃક્ષના લાકડામાંથી બનાવ્યા હતા. આજદિન સુધી આ રથો ચલાવવાની પરંપરા પણ તેમણે જ નિભાવી છે.

9 / 10
વર્ષોથી ભક્તો જગન્નાથ મંદિરની મુલાકાત લેતા રહે છે. રથયાત્રાના પાવન પ્રસંગે દેશના વિવિધ વિસ્તારો તેમજ વિદેશોમાંથી આવેલ શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે ઉમટી પડે છે.જયારે 24 કિલોમીટર લાંબી યાત્રા માટે ભગવાનના રથો માર્ગ પર અગ્રેસર થાય છે ત્યારે સમગ્ર અમદાવાદ શહેર “જય જગન્નાથ”ના ઉદ્ઘોષથી ગુંજી ઉઠે છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)

10 / 10

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">