History of city name : કબીરવડના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
કબીરવડ ગુજરાત રાજ્યમાં, ભરૂચ જિલ્લાના શુકલતીર્થ પાસે નર્મદા નદીના તટ પર આવેલું પવિત્ર અને ઐતિહાસિક સ્થળ છે.

અહીં નર્મદા નદીના મદ્યસ્થમાં આવેલ ટાપુ પર એક વિશાળ વટવૃક્ષ છે, જેને "કબીરવડ" તરીકે ઓળખવામાં આવે છે.

કબીરવડ, ભરૂચ જિલ્લાની અંદર નર્મદા નદીના એક નાનકડા દ્વીપ પર આવેલું મહત્વપૂર્ણ વડનું વૃક્ષ છે. કહેવાય છે કે આ સ્થાન 15મી સદીના મહાન સંત અને કવિ કબીરદાસજી સાથે સંકળાયેલું છે. અહીં તેમનો સ્મરણરૂપ એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે, જેના કારણે આ જગ્યા ધાર્મિક શ્રદ્ધાળુઓ માટે પવિત્ર યાત્રાધામ છે અને સાથે જ એક આકર્ષક પર્યટન સ્થળ પણ બની છે.

કહેવાય છે કે સંત કબીરદાસજી અહીં તપશ્ચર્યા માટે આવ્યા હતા. તેમની હાજરી અને ઉપદેશોથી આ સ્થળ પવિત્ર બન્યું. કિવદંતી પ્રમાણે સંત કબીરએ અહીં તપ કર્યું હતું અને તેમનો આજ્ઞાકીય આશીર્વાદ આ વૃક્ષને મળ્યો, જેના કારણે તે આજે પણ અત્યંત વિશાળ અને જીવંત છે. (Credits: - Wikipedia)

અહીંનું વટવૃક્ષ આજે લગભગ 4.33 એકર જેટલો વિસ્તાર ધરાવે છે અને હજારો હવા દેતાં મૂળો ધરાવે છે. એવું માનવામાં આવે છે કે આ વૃક્ષના હજારો મૂળ એકજ મુખ્ય તણા સાથે જોડાયેલા છે, જેને કબીરજીના અધ્યાત્મિક એકતાના સંદેશના રૂપક તરીકે જોવામાં આવે છે.

ગુજરાતના ભરૂચ જિલ્લાના મંગલેશ્વર વિસ્તારમાં આવેલા શુક્લતીર્થ ગામે, જીવ અને તત્વ નામના બે બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા, એવી એક લોકકથા પ્રચલિત છે.

કહેવાય છે કે એક દિવસ તેઓને ખરા સંતની શોધ કરવાની ઇચ્છા જાગી, આ માટે તેમણે પોતાના ઘરઆંગણે એક સૂકી વડની ડાળી રોપી અને નક્કી કર્યું કે જે મહાન સંત આ સૂકી ડાળીને હરીભરી બનાવી શકે, એજ સાચો સંત માનવામાં આવશે. દંતકથાના અનુસંધાનમાં, કબીરદાસજી દ્વારા એ ડાળી હરિયાળી બની ગઈ, જેના આધારે ભાઈઓએ તેમને સાચા સંત તરીકે સ્વીકાર્યા. આ ડાળીની જગ્યા પર આજે કબીરવડ તરીકે ઓળખાતું વટવૃક્ષ ઉગ્યું હોવાનું માનવામાં આવે છે.

કબીરવડ માત્ર એક વૃક્ષ નથી, તે ભક્તિ, જ્ઞાન અને તપસ્યાનું પ્રતિક છે. સંત કબીરજીએ લોકોમાં ભેદભાવ ન રાખવાની શીખ આપીને સર્વધર્મ સમભાવનો સંદેશ ફેલાવ્યો.અહીં તેમના નામે સ્મારક પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં તહેવારોએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

કબીરવડ વિશ્વના સૌથી વિશાળ વટવૃક્ષોમાંનું એક છે.નૈતિક શિક્ષણ અને આધ્યાત્મિક શાંતિ માટે શ્રદ્ધાળુઓ માટે આ સ્થાન ખૂબ મહત્વપૂર્ણ છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
