AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ઉનાળાની ગરમી તમને પણ બેભાન કરી શકે છે? જાણો શું છે ‘હીટ સ્ટ્રોક’

જ્યારે તાપમાન 45 ડિગ્રીને પાર કરી જાય ત્યારે તે માત્ર પરસેવો જ નથી પાડતું, પણ જીવ પણ લઈ શકે છે. ઈમરજન્સી ડોક્ટરોએ ચેતવણી આપી છે કે હીટ સ્ટ્રોક એ સામાન્ય ગરમી નથી પણ એક મેડિકલ ઈમરજન્સી છે. જો કોઈ આનો શિકાર બને તો હોસ્પિટલ પહોંચતા પહેલા શું કરવું? વાંચો આ ખાસ રિપોર્ટ.

શું ઉનાળાની ગરમી તમને પણ બેભાન કરી શકે છે? જાણો શું છે 'હીટ સ્ટ્રોક'
Image Credit source: TV9 Network
| Updated on: Apr 15, 2026 | 5:59 PM
Share

ગુજરાત સહિત દેશભરમાં અત્યારે ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે. જ્યારે તાપમાન 45 ડિગ્રીની આસપાસ પહોંચે ત્યારે લાંબા સમય સુધી તડકામાં રહેવું જીવલેણ સાબિત થઈ શકે છે. ડોક્ટરો મુજબ, આ સ્થિતિમાં શરીરનું કુદરતી કૂલિંગ સિસ્ટમ કામ કરવાનું બંધ કરી દે છે, જેને મેડિકલ ભાષામાં ‘હીટ સ્ટ્રોક’ (લૂ લાગવી) કહેવામાં આવે છે.

શરીરની કૂલિંગ સિસ્ટમ કેવી રીતે ફેઈલ થાય છે?

સામાન્ય રીતે આપણું શરીર પરસેવા દ્વારા તાપમાનને નિયંત્રિત કરે છે. પરંતુ જ્યારે ગરમી અસહ્ય બની જાય અને લૂ વાવા લાગે ત્યારે શરીર પરસેવો પાડવાનું બંધ કરી દે છે. પરિણામે શરીરનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ પહોંચી જાય છે. આ સ્થિતિ મગજ, હૃદય અને કિડનીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે અને જો સમયસર ઈલાજ ન મળે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.

હીટ સ્ટ્રોકના પ્રારંભિક લક્ષણો:

  • અસહ્ય માથાનો દુખાવો અને ચક્કર આવવા.
  • ખૂબ જ નબળાઈ અનુભવવી અને વધુ પડતી તરસ લાગવી.
  • ગંભીર સ્થિતિમાં પરસેવો આવવો સાવ બંધ થઈ જવો.
  • હૃદયના ધબકારા તેજ થવા અને માનસિક સ્થિતિ બગડવી અથવા બેભાન થઈ જવું.

જો કોઈ હીટ સ્ટ્રોકનો શિકાર બને તો તાત્કાલિક શું કરવું?

ઈમરજન્સી ડોક્ટરોના મતે, જો તમારી આસપાસ કોઈ વ્યક્તિ હીટ સ્ટ્રોકનો ભોગ બને તો આ સ્ટેપ્સ અનુસરો:

  • તેને તરત જ છાંયડામાં અથવા ઠંડી જગ્યાએ લઈ જાવ.
  • તેના કપડાં ઢીલા કરો અને શરીર પર ઠંડા પાણીની પટ્ટીઓ મૂકો.
  • પંખો ચલાવો અથવા ઠંડા પાણીથી આખા શરીરને સ્પંજ કરો.
  • જો વ્યક્તિ હોશમાં હોય તો તેને પાણી અથવા ORS આપો, પણ જો બેભાન હોય તો મોઢામાં કશું જ ન નાખો અને તરત હોસ્પિટલ લઈ જાવ.

બચાવ જ શ્રેષ્ઠ ઈલાજ છે:

બપોરે 12 થી 4 વાગ્યાની વચ્ચે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. જો બહાર જવું જ પડે તો હળવા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો, માથું ઢાંકીને રાખો અને છત્રી કે ટોપીનો ઉપયોગ કરો. સતત પાણી પીતા રહો અને શરીરને હાઈડ્રેટ રાખો.

હીટ સ્ટ્રોક એ અચાનક આવતું સંકટ છે, પરંતુ સાવચેતી રાખવામાં આવે તો તેના જોખમથી બચી શકાય છે.

Breaking News: CBSE 10th Result 2026 Declared : CBSE ધોરણ 10નુ પરિણામ થયું જાહેર; ઉમંગ એપ પર પરિણામ જોઈ શકશો

Follow Us
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
g clip-path="url(#clip0_868_265)">