AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના મહાનગરોમાં લિકર પરમિટની સંખ્યામાં જંગી વધારો; અમદાવાદ, સુરત અને વડોદરાની આટલી હોટલોમાં ‘છલકાશે જામ’!

માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં પણ રાજ્ય સરકારે લિકર પરમિટ ધરાવતી હોટલોની સંખ્યામાં વધારો કર્યો છે. જાણો કયા શહેરમાં કેટલી હોટલોને મંજૂરી મળી છે અને 2026 ના નવા નિયમો મુજબ પ્રવાસીઓને શું ફાયદો થશે.

ગુજરાતના મહાનગરોમાં લિકર પરમિટની સંખ્યામાં જંગી વધારો; અમદાવાદ, સુરત અને વડોદરાની આટલી હોટલોમાં 'છલકાશે જામ'!
Image Credit source: Tv9Gujarati
| Updated on: Apr 15, 2026 | 6:52 PM
Share

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, સરકાર દ્વારા માન્ય લિકર પરમિટ શોપ્સ અને પરમિટ ધરાવતી હોટલોની સંખ્યામાં વર્ષ 2025-26 દરમિયાન નોંધપાત્ર વધારો થયો છે. પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકારે લિકર પરમિટના નિયમોમાં જે રાહત આપી છે તેની અસર હવે માત્ર અમદાવાદ પૂરતી સીમિત રહી નથી. વર્ષ 2025-26 ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં પણ પરમિટ ધરાવતી હોટલોની યાદી લાંબી થઈ છે.

શહેર મુજબ પરમિટ ધરાવતી હોટલોનો અંદાજ (2025-26):

  • અમદાવાદ અને ગાંધીનગર: સૌથી વધુ 32 હોટલો પાસે લિકર પરમિટ છે. ગિફ્ટ સિટીમાં મળેલી વિશેષ છૂટછાટને કારણે અહીં પરમિટ ધારકોની સંખ્યા ઝડપથી વધી રહી છે.
  • સુરત: દક્ષિણ ગુજરાતના આ આર્થિક હબમાં અંદાજે 12 થી 15 જેટલી લક્ઝરી હોટલો ને પરમિટ આપવામાં આવી છે. હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ સેક્ટર સાથે જોડાયેલા વિદેશી મહેમાનો માટે આ સુવિધા મહત્વની છે.
  • વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં પણ અંદાજે 8 થી 10 હોટલો લિકર પરમિટ ધરાવે છે. અહીંની મુખ્ય ફાઇવ સ્ટાર હોટલોમાં પ્રવાસીઓ માટે વાઇન શોપની વ્યવસ્થા છે.
  • રાજકોટ અને અન્ય: સૌરાષ્ટ્રના આર્થિક કેન્દ્ર રાજકોટમાં પણ 5 થી વધુ હોટલો પાસે પરમિટ છે. આ ઉપરાંત કચ્છના ભુજ અને જામનગર જેવા શહેરોમાં પણ કેટલીક પ્રતિષ્ઠિત હોટલોને સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે.

2025-2026ના લેટેસ્ટ આંકડા અને અપડેટ્સ:

સરકારી ડેટા અનુસાર, જાન્યુઆરી 2026ની સ્થિતિએ અમદાવાદ અને ગાંધીનગરની કુલ 32 હોટલો પાસે લિકર પરમિટ (FL-III લાયસન્સ) છે. છેલ્લા બે વર્ષમાં આ પરમિટ શોપ્સ દ્વારા સરકારી તિજોરીમાં ₹116.39 કરોડની જંગી આવક થઈ છે.

નવા નિયમોમાં મોટી છૂટછાટ (2025-26 અપડેટ):

સરકારે પ્રવાસન અને બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે ડિસેમ્બર 2025થી નિયમોમાં જે ફેરફાર કર્યા છે તે આ મુજબ છે:

  • વિઝિટર પરમિટમાં રાહત: હવે ગુજરાત બહારથી આવતા ભારતીય કે વિદેશી પ્રવાસીઓએ ઓનલાઇન પરમિટ માટે લાંબી રાહ જોવી પડતી નથી. તેઓ હોટલ પર જઈને માત્ર પોતાનું ‘ફોટો આઈડી’ બતાવીને તરત જ લિકર એક્સેસ મેળવી શકે છે.
  • ગિફ્ટ સિટી (GIFT City) ઇફેક્ટ: ગાંધીનગર ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ માટે હવે વાર્ષિક પરમિટ લેવાની પ્રક્રિયા વધુ સરળ બનાવી દેવામાં આવી છે.
  • ઓપન એર સર્વિંગ: અગાઉ માત્ર બંધ રૂમમાં જ દારૂ પીવાની મંજૂરી હતી, પરંતુ વર્ષ 2026ના નવા સુધારા મુજબ, માન્ય હોટલો તેમના ટેરેસ, પૂલસાઇડ કે ગાર્ડન એરિયામાં પણ લિકર સર્વ કરી શકશે.

અરજીઓમાં 227%નો ઉછાળો:

ચોંકાવનારી વિગત એ છે કે, જાન્યુઆરી 2025 થી જાન્યુઆરી 2026 વચ્ચે લિકર પરમિટ માટેની અરજીઓમાં 227% થી વધુનો વધારો નોંધાયો છે. આ વર્ષે કુલ 956 નવી અરજીઓ પરમિટ માટે આવી છે, જે દર્શાવે છે કે લાયસન્સ લેવાની હોડ જામી છે.

સરકારના આ પગલાથી રેવન્યુમાં તો વધારો થયો જ છે, સાથે સાથે ઇન્ટરનેશનલ બિઝનેસ ડેલિગેટ્સ માટે પણ ગુજરાત હવે ‘સોફ્ટ સ્ટેટ’ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

Disclaimer: દારૂ પીવું સ્વસ્થ માટે હાનિકારક હોયે છે, તેના થી કેન્સર જેવા ગંભીર રોગ થઈ શકે છે. આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. TV9Gujarati કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

ઘરે બનાવેલું પનીર વારંવાર સખત થઈ જાય છે ? આ 5 ટિપ્સ અપનાવશો તો દરેક વખતે બનશે બજાર જેવું મલાઈદાર અને સોફ્ટ

Follow Us
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
g clip-path="url(#clip0_868_265)">