ચેલેન્જ ! 90% લોકો નથી જાણતા પાણી પીવાની સાચી રીત ! આ રીતે પીવાથી ફાયદાના બદલે થશે નુકસાન, જાણો કેમ

શરીરને હાઇડ્રેટ રાખવા અને ઝેરી તત્વોને બહાર કાઢવા માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. પાણી પીવાના ઘણા ફાયદા છે, પરંતુ કેટલીકવાર કેટલાક લોકો તેનું ખોટી રીતે સેવન કરે છે, જેનાથી ફાયદો ઓછો અને નુકસાન વધુ થાય છે. આવી સ્થિતિમાં પાણી ક્યારે પીવું, કેટલું પીવું અને કઈ રીતે પીવું તે જાણવું જરૂરી છે.

| Updated on: Oct 06, 2024 | 3:08 PM
આપણે સૌ લોકો જેની છીએ પાણી પીધા વિના કોઈ જીવી શકતું નથી. શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. શરીરના તમામ અંગો યોગ્ય રીતે કાર્ય કરે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવા માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. જો કે, મોટાભાગના લોકોને પાણી ક્યારે પીવું જોઈએ, કઈ રીતે પીવું જોઈએ અને દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ તે વિશે સાચી માહિતી હોતી નથી.

1 / 10
તમે પાણી પીઓ છો, ત્યારે શરીરને એનર્જી મળે છે. અનેક પ્રકારના રોગોથી બચાવી શકાય છે. પરંતુ, દિવસમાં વધુ પડતું પાણી પીવાથી સ્વાસ્થ્યને ભારે નુકસાન થાય છે. ચાલો જાણીએ પાણી પીવાની સાચી રીત કઈ છે.

2 / 10
પાણી પીવાનો યોગ્ય સમય કયો છે? તેવા પ્રશ્નનો જવાબ જોઈએ તો મીડિયા અહેવાલ અનુસાર, મગજની કાર્યક્ષમતાથી લઈને પાચનક્રિયા સુધી પાણી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દિવસની સારી શરૂઆત કરવા માટે, સવારે ખાલી પેટે એક ગ્લાસ પાણી પીવું શ્રેષ્ઠ છે. તમે તમારા દૈનિક પાણીના સેવનને વધારીને તમારા હાઇડ્રેશન સ્તરને વધારી  શકો છો, આ મૂડ અને મગજના કાર્ય સુધારવા સાથે ઉર્જાનું સ્તર પણ વધારે છે.

3 / 10
જો તમે વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યા છો તો જમતા પહેલા એક ગ્લાસ પાણી પીવું એ યોગ્ય રીત છે. આમ કરવાથી તમે ન માત્ર પેટ ભરેલું અનુભવશો, પરંતુ તમે જમતી વખતે વધુ પડતું ખાવાથી પણ બચી શકશો. સામાન્ય રીતે જમવાના અડધા કલાક પહેલા અને પછી પાણી પીવું.

4 / 10
કસરત કરતા પહેલા અને પછી પાણી પીવું જોઈએ. જ્યારે તમે વર્કઆઉટ કરો છો, ત્યારે તમે પરસેવા દ્વારા ઇલેક્ટ્રોલાઇટ્સ અને પાણી ગુમાવો છો. આવી સ્થિતિમાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે કસરત કરતા પહેલા પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. વર્કઆઉટ દરમિયાન અતિશય પ્રવાહીની ખોટ માત્ર શારીરિક કામગીરીને જ અસર કરતી નથી પરંતુ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલનને પણ ખલેલ પહોંચાડે છે.

5 / 10
પાણી પીવાની સાચી રીત : જો તમે ઉભા રહીને ઉતાવળમાં પાણી પીતા હોવ તો આમ ન કરો. વ્યક્તિએ હંમેશા આરામથી બેસીને પાણી પીવું જોઈએ. ઊભા રહીને પાણી પીવાથી કિડની અને ઘૂંટણ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ઉભા રહીને અથવા ઉતાવળમાં પાણી પીવાથી કિડની તેને યોગ્ય રીતે ફિલ્ટર કરી શકતી નથી. આનાથી સોજો પણ આવી શકે છે.

6 / 10
વધુ સારું છે કે તમે સ્ક્વોટ સ્થિતિમાં બેસો અને પછી પાણી પીવો. આ સ્થિતિમાં કિડનીને આરામ મળે છે. આ રીતે બેસવાથી પેટના સ્નાયુઓ પણ આરામની સ્થિતિમાં રહે છે. પાણી ધીમે-ધીમે પીઓ અને માત્ર ચુસ્કીઓ જ પીવો. ઓછું પાણી પીવાથી કબજિયાત, પાચન તંત્ર સંબંધિત સમસ્યાઓ, વાળ ખરવા, ત્વચાની સમસ્યા, સંધિવા વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે.

7 / 10
પીવાના પાણીના ફાયદા અંગે વાત કરવામાં આઆવે તો દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવું જોઈએ. આ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. આખો દિવસ પાણી પીવાથી શરીરમાં પાણીની કમી નથી થતી. ડિહાઇડ્રેશન અટકાવે છે. જેઓ કબજિયાતની સમસ્યાથી પરેશાન છે તેમના માટે પાણી પીવું જરૂરી છે. પાણી પીવાથી ત્વચામાં ચમક આવે છે. ત્વચા હાઇડ્રેટેડ રહે છે. લવચીક અને નરમ રહે છે.

8 / 10
દિવસમાં કેટલું પાણી પીવું તેવો પ્રશ્ન દરેક લોકોના મનમાં થતાં હોય છે. તો જણાવી દઈએ કે, દરરોજ દરેક વ્યક્તિએ તેમની ઉંમર, શારીરિક પ્રવૃત્તિ, ઊંચાઈ અને લિંગ અનુસાર પાણીનું સેવન કરવું જોઈએ. સાચી માહિતી માટે તમે નિષ્ણાતનો અભિપ્રાય લઈ શકો છો. સામાન્ય રીતે નિષ્ણાતો પણ કહે છે કે આખા દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી પીવું જોઈએ.

9 / 10
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્યને લગતી માહિતી મેળવવા માટે નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.

10 / 10
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">