જાણી લો દર્દીના આ 3 અધિકાર વિશે

20 ડિસેમ્બર, 2024

રાજ્યમાં અનેક દવાખાનાઓમાં ઈલાજના મસમોટા બિલ બનાવવામાં આવતા હોવાની ફરિયાદો અનેક વાર ઉઠી છે.

મહત્વનું છે કે આ ફરિયાદો ઉઠવા પાછળ અનેક કારણો જવાબદાર છે.

ક્યાંક તો ગ્રાહક નિયમો વિશે જાણતો ન હોય અથવા તો ખોટી રીતે ઈલાજ કરી મોટું બિલ બનાવવામાં આવે છે.

ત્યારે તમારે એ જાણવું જરૂરી છે કે હોસ્પિટલમાં બનતા મોટા બિલની સામે તમારા કયા ક્યા અધિકાર છે.

તમને જણાવી દઈએ કે, હોસ્પિટલમાં ડાયગ્નોસ્ટિક ડૉક્ટરની ટ્રીટમેન્ટ પર 0 ટકા GST લાગે છે.

આ સિવાય દર્દીની મેડિસિન પર 5 ટકા GST લાગે છે.

આ સાથે કંસ્યુમર પર 5 થી 12 ટકા GST લાગે છે.

જેથી હવે કોઈ પણ ઈલાજ માટે હોસ્પિટલ જાઓ ત્યારે તમારે બિલ ચેક કરવું. અને તમારા અધિકાર અંગે જાગૃત થવું