AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘છાવા’ ના મેકર્સનો ‘મોટો નિર્ણય’! શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘ઈથા’ની રિલીઝ ડેટ આગળ ઠેલાઈ, જાણો મુખ્ય કારણ

લક્ષ્મણ ઉતેકરના નિર્દેશનમાં બની રહેલી શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ 'ઈથા'ને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. વાત એમ છે કે, શ્રદ્ધા કપૂરની નવી ફિલ્મ 'ઈથા'ની આતુરતાથી રાહ જોઈ રહેલા ચાહકોએ હવે થોડી વધુ રાહ જોવી પડશે. આ ફિલ્મ ઓગસ્ટ 2026 માં રિલીઝ થવાની હતી પરંતુ કોઈ કારણોસર ફિલ્મની રિલીઝ ડેટને આગળ ઠેલવવાનો નિર્ણય લીધો છે.

'છાવા' ના મેકર્સનો 'મોટો નિર્ણય'! શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ 'ઈથા'ની રિલીઝ ડેટ આગળ ઠેલાઈ, જાણો મુખ્ય કારણ
Image Credit source: AI Generated
| Updated on: Aug 11, 2026 | 6:23 PM
Share

બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈથા’ ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત એમ છે કે, નિર્માતા દિનેશ વિજન હવે આ ફિલ્મને ઓગસ્ટ 2026 ના મહિનામાં રિલીઝ નહીં કરે. મેકર્સે ‘ઈથા’ ની રિલીઝ ડેટ બદલવાનો નિર્ણય લીધો છે અને તેની નવી રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે.

નિર્માતા દિનેશ વિજન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેમની ફિલ્મ ‘ઈથા’ ડિસેમ્બર 2026 માં રિલીઝ થશે. ફિલ્મ ‘ઈથા’ નું નિર્દેશન ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરે કર્યું છે, જેમણે બોક્સ ઓફિસ પર ‘છાવા’ જેવી હિટ ફિલ્મ આપી હતી. દર્શકોને શ્રદ્ધા કપૂર અને લક્ષ્મણ ઉતેકરની ‘ઈથા’ પાસેથી ઘણી બધી અપેક્ષાઓ છે.

શા માટે બદલાઈ શ્રદ્ધા કપૂરની ‘ઈથા’ ની રિલીઝ ડેટ?

નિર્માતા દિનેશ વિજને અચાનક શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘ઈથા’ ની રિલીઝ ડેટમાં ફેરફાર શા માટે કર્યો છે, તે હજુ સ્પષ્ટ થયું નથી. એવું સાંભળવા મળી રહ્યું છે કે, મેકર્સ આ પ્રોજેક્ટને ઓગસ્ટ 2026 સુધીમાં પૂરો કરી શકશે નહીં, જેના કારણે તેમણે આ નિર્ણય લીધો છે.

View this post on Instagram

A post shared by Taran Adarsh (@taranadarsh)

ટૂંકમાં, મેકર્સ ‘ઈથા’ ને 4 ડિસેમ્બર 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એક પોસ્ટ દ્વારા ફેન્સને જાણકારી આપી છે કે, શ્રદ્ધાની ‘ઈથા’ માં રણદીપ હુડ્ડા અને મોહમ્મદ ઝીશાન અય્યુબનો પણ મહત્વનો રોલ હશે.

‘છાવા’થી છવાઈ ગઈ હતી ‘દિનેશ વિજન’ અને ‘લક્ષ્મણ ઉતેકર’ ની જોડી

લક્ષ્મણ ઉતેકર અને દિનેશ વિજનની જોડીએ થોડા સમય પહેલાં ‘છાવા’ જેવી બ્લોકબસ્ટર મૂવી આપી હતી, જેમાં વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાનાએ મહત્વના પાત્રો ભજવ્યા હતા. આ ફિલ્મમાં અક્ષય ખન્નાએ શાનદાર અદાકારી કરી હતી, જેમને ઔરંગઝેબના રોલમાં ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

‘છાવા’ એ બોક્સ ઓફિસ પર કમાલની કમાણી કરી હતી અને દિનેશ વિજન-લક્ષ્મણ ઉતેકરની જોડી છવાઈ ગઈ હતી. લોકોને આશા છે કે, જ્યારે ‘ઈથા’ સિનેમાઘરોમાં રિલીઝ થશે ત્યારે તે પણ દર્શકોના દિલ પર છવાઈ જશે.

દાઉદના ખૌફનો ખાતમો અને 300 થી વધુ એન્કાઉન્ટર, રામ ગોપાલ વર્માની નવી ફિલ્મમાં આ સુપરસ્ટાર મચાવશે ‘તબાહી’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">