Happy Birthday Janhvi Kapoor: બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવા માટે અભિનેત્રી કરી રહી છે સખત મહેનત, જાણો તેના જીવન વિશેની આ વાતો
જ્હાન્વી કપૂરે વર્ષ 2018માં ફિલ્મ ધડકથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. શ્રીદેવી તેની પુત્રીની પ્રથમ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી, પરંતુ ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલા અભિનેત્રીનું અવસાન થયું હતું. જ્હાન્વીને તેની ડેબ્યૂ ફિલ્મ માટે ઝી સિને બેસ્ટ ફીમેલ ડેબ્યુ એવોર્ડ પણ મળ્યો હતો.
જ્હાન્વી કપૂરે વર્ષ 2018માં ફિલ્મ ધડકથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી જ્હાન્વીએ થોડો બ્રેક લીધો અને તે ફરીથી વર્ષ 2020માં ફિલ્મ ઘોસ્ટ સ્ટોરીઝમાં જોવા મળી. તે જ વર્ષે જ્હાન્વીની ફિલ્મ ગુંજન સક્સેના રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં જ્હાન્વીનું કામ ખૂબ જ પસંદ આવ્યું હતું.
1 / 5
જ્હાનવીની ફિલ્મ રૂહી કોવિડ દરમિયાન 2021માં ફરી રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં હોરર કોમેડી જ્હાન્વીની એક્ટિંગમાં ઘણો બદલાવ જોવા મળ્યો હતો. જ્હાન્વીની એક્ટિંગને ક્રિટિક્સ તરફથી સારો રિસ્પોન્સ મળ્યો.