Dheeraj Dhhoper Birthday : ‘કુંડલી ભાગ્ય’ના કરણ લુથરા 37 વર્ષનો થયો, જાણો તેમના વિશે કેટલીક અજાણી વાતો
ધીરજ ધૂપર (Dheeraj Dhooper) અને શ્રદ્ધા આર્ય (Shraddha Arya) ની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. રસપ્રદ વાત એ છે કે પડદા પર પતિ-પત્નીની ભૂમિકા ભજવનારા આ બંને કલાકારો એકબીજાના ખૂબ સારા મિત્રો છે.

Dheeraj Dhhoper Birthday : કુંડળી ભાગ્ય શોના કરણ તરીકે ધીરજ ધૂપરને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો છે. આજે ટીવીનો કરણ લુથરા 37 વર્ષનો થઈ ગયો છે. પરંતુ શું તમે જાણો છો કે ધીરજ ધૂપર જે આજે પોતાની એક્ટિંગ સ્કિલ માટે જાણીતો છે તે પહેલા એક્ટર બનવા માંગતો ન હતો. ધીરજ ધૂપરના જન્મદિવસ નિમિત્તે, ચાલો આ હેન્ડસમ હંક વિશે તમને ખબર ન હોય તેવી કેટલીક બાબતો પર એક નજર કરીએ.

ધીરજ ધૂપરે તેના માતા-પિતા સાથે બેંગ્લોરમાં લાંબો સમય વિતાવ્યો છે. તે મોડેલિંગમાં કારકિર્દી બનાવવા માંગતો હતો, પરંતુ તેને લાગ્યું કે તે તેના કદના કારણે મોડેલિંગમાં સફળ થઈ શકશે નહીં અને તેણે અભિનય તરફની સફર શરૂ કરી.

ધીરજ તેની પત્ની વિની અરોરાને તેમના ટીવી શોના સેટ પર મળ્યો અને બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. બંનેએ 2016માં લગ્ન કર્યા હતા.

ધીરજ ધૂપર એક ફેશન ડિઝાઇનર છે. તેને જેકેટ્સનો શોખ છે અને તે પોતાના જેકેટ્સ જાતે ડિઝાઈન કરવાનું પસંદ કરે છે.અભિનેતા પાસે જેકેટ્સનો ઘણો મોટો સંગ્રહ છે અને તે ઘણીવાર સોશિયલ મીડિયા પર જેકેટની તસવીરો પોસ્ટ કરતો જોવા મળે છે.

ધીરજને ફરવાનો શોખ છે કોલેજ લાઈફમાં તે ખૂબ જ તોફાની હતો. તે ઘણી વખત કોલેજ બંક કરતો હતો અને એકવાર તે કેન્ટીનમાં મિત્રો સાથે બેઠો હતો ત્યારે પકડાઈ પણ ગયો હતો.