Women’s health : મહિલાઓને મેનોપોઝ પછી હાર્ટ એટેકનું જોખમ કેમ વધે છે? નિષ્ણાતો પાસેથી કારણ જાણો
મહિલાઓમાં 50 વર્ષની ઉંમર બાદ હાર્ટની બીમારીનો ખતરો વધી જાય છે. ત્યારે મેનોપોઝ એટલે કે, પીરિયડ્સ આવવાના બંધ થઈ જાય છે પરંતુ મેનોપોઝનું હાર્ટની બીમારીઓ સાથે શું સંબંધ છે?આ વિશે આપણે વિસ્તારથી ડોક્ટર પાસેથી જાણીએ.

વધતી ઉંમરમાં મહિલાઓ અનેક બીમારીઓથી ધેરાઈ જાય છે. ખાસ કરીને મેનોપોઝ બાદ બીમારીઓ વધવા લાગે છે. મેનોપોઝ બાદ મહિલાઓને હાર્ટની બીમારીઓનો ખતરો વધી જાય છે.

ડોક્ટરનું કહેવું છે કે, મેનોપોઝ બાદ મોટાભાગની મહિલાઓમાં હાર્ટ એટેકથી લઈ કાર્ડિયક અરેસ્ટ આવે છે. રિસર્ચ જણાવે છે કે,45 વર્ષની ઉંમર બાદ મહિલાઓમાં હાર્ટની બીમારીનું રિસ્ક પહેલાની તુલનામાં વધારે હોય છે અને આનો સંબંધ મેનોપોઝ સાથે છે.

મેનોપોઝ મહિલાઓમાં થનારી એક નેચરલ પ્રકિયા છે. જ્યારે મહિલાઓને પીરિયડ્સ આવવા બંધ થઈ જાય છે. તો આને મેનોપોઝ કહેવામાં આવે છે. ત્યારબાદ મહિલાઓની ફર્ટિલિટી પૂર્ણ થવા લાગે છે.

સામાન્ય રીતે 50 વર્ષની ઉંમર બાદ થાય છે પરંતુ કેટલાક કેસમાં 45 થી 50 વચ્ચે પણ થઈ શકે છે. મેનોપોઝ બાદ મહિલાઓમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોનનું સ્તર ધટવા લાગે છે. આવું થવાથી શરીરમાં અનેક બીમારીઓનો રિસ્ક વધી જાય છે

ડોક્ટર જણાવે છે કે, શરીરમાં એસ્ટ્રોજનની ઉણપને કારણે, લોહીમાં રુધિરકેશિકાઓ હાર્ડ થવા લાગે છે. આનાથી હૃદયની નસોબ્લોકેજ થવા લાગે છે. કારણ કે એસ્ટ્રોજન હોર્મોન ધમનીઓને ફ્લેક્સિબલ રાખે છે અને તેના ઘટાડા પછી, ધમનીઓની ફ્લેક્સિબલ પહેલાની તુલનામાં ઓછી થવા લાગે છે. આ કારણોસર, હૃદયરોગના હુમલાનું જોખમ વધે છે.

ડોક્ટર જણાવે છે કે, મેનોપોઝ બાદ મહિલાઓમાં મેટાબોલિઝ્મ પણ ધીમું થઈ શકે છે. આનાથી મહિલાઓ મેદસ્વીતાનો શિકાર બને છે.જે હૃદય રોગ માટે એક મોટું જોખમ પરિબળ છે. આ ઉપરાંત, 50 વર્ષની ઉંમર પછી, સ્ત્રીઓને કોલેસ્ટ્રોલ વધવાની અને હૃદયની નસોમાં બ્લોકેજની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. આ બંને હાર્ટ એટેકનું કારણ પણ બની શકે છે.

ડોક્ટરનું કહેવું છે કે, મહિલાઓમાં મેનોપોઝ બાદ લાઈફસ્ટાઈલનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.મહિલાઓ માટે જરુરી છે કે, તેની ડાયટમાં લીલા શાકભાજીનું સેવન કરે.ડ્રાયફ્રુટ્સ ડાયટમાં જરુર સામેલ કરે,પર્યાપ્ત માત્રામાં પાણી પીવું, તેમજ મીઠું, નમક અને ખાંડનું સેવન ઓછું કરવું,

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
