Women’s health : IVF પ્રક્રિયામાં શું હોય છે ડોનર એગ? કેટલો ફાયદો થાય છે જાણો
શું સમય પહેલા મેનોપોઝ થવાનો અર્થ એ છે કે, તમે ક્યારેય માતા નહીં બની શકો? બિલકુલ નહીં. તબીબી વિજ્ઞાને હવે એવા રસ્તા ખોલી નાખ્યા છે, જ્યાં હજુ પણ આશા છે. તો ચાલો જાણીએ ડોનર એગ શું છે.

નાની ઉંમરે મેનોપોઝ એક ગંભીર સમસ્યા છે પણ હવે આની સારવાર છે.એક મહિલાના જ્યારે માતા બનવાના તેના સપના ચકનાચૂર થઈ ગયા ત્યારે તે મહિલાએ ડોનર એગનો ઉપયોગ કરીને IVF ટેકનોલોજીએ તેને ફરીથી માતા બનવાની આશા જગાડી છે. યોગ્ય તબીબી સલાહ, ભાવનાત્મક સહારો અને દૃઢ નિશ્ચય સાથે તેમણે એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે.

તો હવે એક સવાલ દરેકના મનમાં થાય છે કે,આ ડોનર એગ શું છે? તો તમને જણાવી દઈએ કે, ડોનર એગનો મતલબ એ થાય કે, કોઈ મહિલા દ્વારા દાન કરેલા ઈંડા, આ ઈંડા કોઈ અન્ય મહિલાને આપવામાં આવે છે. તે આઈવીએફની પ્રકિયાના માધ્યમથી ગર્ભધારણ કરી શકે,

IVF પ્રક્રિયામાં શું થાય છે?IVF એટલે વિટ્રો ફર્ટિલાઈઝેશન એક એવી ટેકનીક છે. જેમાં મહિલાના એગ અને પુરુષના સ્પર્મને શરીરની બહાર લેબમાં મેળવવામાં આવે છે.જેનાથી ભ્રુણ બની શકે. જ્યારે ભ્રુણ તૈયાર થઈ જાય છે. તો આ મહિલાના ગર્ભાશયમાં નાંખવામાં આવે છે. જેનાથી તે વિકસિત થઈ શકે અને પ્રેગ્નન્સી શરુ થાય.

IVF પ્રકિયામાં ભ્રુણને મહિલાના ગર્ભાશયમાં ટ્રાન્સફર કર્યા બાદ આગામી પગલું હોય છે પ્રેગ્નન્સી કન્ફોર્મ કરવી. સામાન્ય રીતે ટ્રાન્સફરના 10 થી 14 દિવસ બાદ બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. જેનાથી જાણ થઈ શકે કે, ભ્રુણ ગર્ભાશયની દીવાલ સાથે ચિપક્યું કે નહી અને પ્રેગ્નન્સી શરુ થઈ કે નહી.

જો ટેસ્ટ પોઝિટિવ આવે છે તો મહિલાની નિયમિત સોનોગ્રાફી અને ડોક્ટરની તપાસ શરુ થાય છે. જેનાથી એ નક્કી કરી શકાય કે, બાળક યોગ્ય રીતે ગ્રો કરી રહ્યું છે કે નહી. શરુઆતના અઠવાડિયામાં હોર્મોનલ સપોર્ટની દવાઓ આપવામાં આવે છે. જેનાથી પ્રેગ્નન્સી મજબુત રહે. જો બધું યોગ્ય રીતે થાય તો પ્રેગ્નન્સી સામાન્ય રીતે આગળ વધે છે. જેમ કે, કોઈ નેચરલ પ્રેગ્નન્સીમાં થાય છે.

જો તમે અથવા તમારા પરિચિત કોઈપણ સ્ત્રી સમય પહેલા મેનોપોઝ જેવી સમસ્યાથી પીડાઈ રહી છે, તો ગભરાશો નહીં. તબીબી વિજ્ઞાન આજે એટલું આગળ વધી ગયું છે કે ઘણા બધા વિકલ્પો ખુલ્લા છે.કોઈ યોગ્ય ગાયનેકોલોજીસ્ટની સલાહ લો અને તમારી આશાઓને જીવંત રાખો. દરેક મહિલાને માતૃત્વનો અધિકાર છે અને આ સ્વપ્ન હવે અધૂરું ન રહેવું જોઈએ.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
