Women’s health : શું ડૉક્ટરની સલાહ વગર ગર્ભપાતની દવા લેવી યોગ્ય છે? જાણો ગાયનેકોલોજિસ્ટ પાસેથી
કેટલીક દવાઓના સાઈડ ઈફેક્ટ ખુબ વધારે હોય છે. કેટલાક સાઈડ ઈફેક્ટ જલ્દી જોવા મળે છે તો કેટલાક થોડા સમય બાદ જોવા મળે છે. જો તમે પણ આ દવાનું સેવન કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલા જાણીએ આ દવા કેટલી ખતરનાક છે.

અનિચ્છનીય ગર્ભાવસ્થાનો સામનો કરવા માટે, મોટાભાગની મહિલાઓ ગર્ભપાતની ગોળી (Abortion Pills)ઓ લે છે. પરંતુ શું તમે જાણો છો કે ડોક્ટરની સલાહ વિના આ દવાઓ લેવી ખતરનાક સાબિત થઈ શકે છે. આવનારી ગર્ભાવસ્થા પર આની શું અસર પડશે તે જાણો.

કેટલીક મહિલાઓ ડોક્ટરની સલાહ લીધા વગર ગર્ભપાતની ગોળીઓ લઈ લે છે પરંતુ આ માત્ર સ્વાસ્થ માટે ખતરનાક સાબિત થતી નથી પરંતુ તે આવનારી ગર્ભાવસ્થાને પણ અસર કરી શકે છે.

કેટલાક કેસમાં અબોર્શનની ગોળી ગર્ભાવસ્થાને સંપૂર્ણ રીતે દૂર કરી શકતી નથી,જેના કારણે સર્જિકલ ઓબોર્શનની જરુર પડે છે. આ સમસ્યચાઓ ખતરો વધારી શકે છે અને ફ્યુચર પ્રેગ્નેન્સી પર પણ આની અસર પડી શકે છે.

ગર્ભપાતની ગોળી લીધા પછી કેટલીક મહિલાઓને ચેપ લાગી શકે છે. આનાથી પેલ્વિક ઇન્ફ્લેમેટરી રોગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આનાથી પ્રજનન ક્ષમતા પર નકારાત્મક અસર પડી શકે છે.

ડોક્ટરની સલાહ લીધા વગર અબોર્શનની દવા લેવાથી સામાન્ય બ્લીડિંગથી વધારે બ્લીડિંગ થઈ શકે છે. તેમજ એનીમિયા પણ થઈ શકે છે.જેનાથી ફ્યુચર પ્રેગ્નેન્સી પર આની અસર થઈ શકે છે.

ગર્ભપાતની ગોળી લેવાથી ઉબકા અથવા અસ્વસ્થતા થઈ શકે છે. જો ઉબકા, નબળાઈ, ઝાડા કે ઉલટી લાંબા સમય સુધી ચાલુ રહે, તો તે ગંભીર ચેપનો સંકેત હોઈ શકે છે.

ગર્ભપાતની ગોળી લેવાથી ઉબકા અથવા અસ્વસ્થતા થઈ શકે છે. જો ઉબકા, નબળાઈ, ઝાડા કે ઉલટી લાંબા સમય સુધી ચાલુ રહે, તો તે ગંભીર ચેપનો સંકેત હોઈ શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
