Women’s health : મહિલાઓમાં જોવા મળે છે થાઇરોઇડના આ સંકેતો, જો ધ્યાન ન આપવામાં આવે તો તે હાનિકારક બની શકે
થાઈરોડથી પીડિત મહિલાઓને પ્રેગ્નન્સીમાં કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.કારણ કે, આમાં હોર્મોન્સ ઉતાર-ચઢાવ વધારે જોવા મળે છે.થાઈરોડ મહિલાઓમાં થનારી સામાન્ય બીમારી છે. તો ચાલો જાણીએ થાઈરોડ શું છે, તેમજ પ્રેગ્નન્સી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી.

થાઇરોઇડ એ ગરદનમાં જોવા મળતી પતંગિયા આકારની ગ્રંથિ છે. તે થાઇરોઇડ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે, જે શરીરના ઘણા કાર્યોને નિયંત્રિત કરે છે, જેમ કે ચયાપચય, હૃદયના ધબકારા અને શરીરનું તાપમાન. જ્યારે થાઇરોઇડ ગ્રંથિમાં સમસ્યા હોય છે, ત્યારે તેને થાઇરોઇડ રોગ કહેવામાં આવે છે.

થાઈરોડ મહિલાઓમાં થનારી સામાન્ય બીમારી છે. આ લાઈફસ્ટાઈલ ડિસીસના કારણે મહિલાઓમાં પ્રજનન ક્ષમતા પણ પ્રભાવિત થાય છે. જેના કારણે ગર્ભધારણ કરવામાં પરેશાની આવી શકે છે. મહિલાઓમાં પ્રેગ્નન્સીની સમસ્યા થવા પાછળ સૌથી મોટું કારણ હોર્મોન્સ ઈન્બેલન્સ થવું છે.

મહિલાઓમાં હાઈપોથાઈરોડિઝ્મ સૌથી સામાન્ય પ્રકારનો થાઈરોડ છે. જેમાં સૌથી સામાન્ય રીતે તેનાથી વજન વધે છે. હાઈપોથાઈરોડિઝમમાં મહિલાઓના ઓવ્યુલેશનમાં પણ પ્રોબ્લેમ આવે છે. તો ચાલો જાણીએ એક્સપર્ટ શું કહે છે.

ડોક્ટર જણાવે છે કે, હાઈપોથાઈરોડિઝમ જે અંડરએક્ટિવ થાઈરોડ માનવામાં આવે છે. જેમાં મહિલાઓનું વજન વધવું, વાળ ખરવા, થાક લાગવો, ડ્રાય સ્કિન તેમજ અનિયમિત પીરિયડ્સ જેવા પ્રોબ્લેમ આવી શકે છે.

આ થાઇરોઇડ ધરાવતી મહલાઓમાં વંધ્યત્વ પણ એક સામાન્ય સમસ્યા છે. એટલા માટે તે કહે છે કે, જો કોઈ સ્ત્રી ગર્ભવતી ન થઈ શકે, તો તેણે ચોક્કસપણે એક વાર થાઇરોઇડનું પરીક્ષણ કરાવવું જોઈએ.

હાઈપરથાઈરોડિઝમ્ જે થાઈરોડનો બીજો પ્રકાર છે. જેમાં મહિલાઓમાં પ્રજનનની સમસ્યા થાય છે. ડોક્ટરનું કહેવું છે કે, જો કોઈ મહિલા આ થાઈરોડ માટે દવાનું સેવન કરે છે. તો તેમણે પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. કારણ કે, તેની દવા ગર્ભમાં રહેલા બાળક પર નકારાત્મક પ્રભાવ નાંખી શકે છે.

સાથે ડૉક્ટર કહે છે કે, હાઇપરથાઇરોઇડિઝમથી પીડિત મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન એન્ડોક્રિનોલોજિસ્ટ દ્વારા પોતાની તપાસ કરાવતા રહેવું જોઈએ.

ડૉ. કહે છે કે, થાઇરોઇડ થી પીડિત મહિલાઓ પ્રેગ્નન્સીનો પ્લાન કરી શકે છે પરંતુ તેમણે કેટલીક સાવચેતીઓનું પાલન કરવાની જરૂર છે. સૌ પ્રથમ, તેમણે તેમના થાઇરોઇડને નિયંત્રિત કરવું પડશે. આ માટે શ્રેષ્ઠ સૂચન એ છે કે તમારે સમયાંતરે તમારી થાઇરોઇડ સ્ક્રીનીંગ કરાવવી જોઈએ અને યોગ્ય લાઈફસ્ટાઈલનું પાલન કરતા રહેવું જોઈએ.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
