Women’s health : ગર્ભાશયની ગાંઠ તમારા માતા બનવાના સપનાને છીનવી શકે છે, આ લક્ષણોથી ઓળખો
ફાઇબ્રોઇડ્સ એક પ્રકારનો બિન-કેન્સરગ્રસ્ત ગાંઠ છે, જે ગર્ભાશયના સ્નાયુઓમાં વિકસે છે. ક્યારેક આ ગાંઠો કોઈપણ લક્ષણો વિના જોવા મળે છે અને નિયમિત અલ્ટ્રાસાઉન્ડ અથવા પરીક્ષણો દરમિયાન શોધી કાઢવામાં આવે છે.

ફાઇબ્રોઇડ્સ જેને ગર્ભાશયની ગાંઠ કે પછી રસૌળી પણ કહેવામાં આવે છે. આ સમસ્યા મહિલાઓમાં ખુબ સામાન્ય છે. હવે ગર્ભાશયમાં ગાંઠના કેસ પણ ખુબ વધી રહ્યા છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, શું ફાઇબ્રોઇડ્સ વંધ્યત્વનું કારણ બની શકે છે? શું ગાંઠો ગર્ભધારણમાં સમસ્યા ઉભી કરે છે?

જુલાઈ મહિનો ફાઇબ્રોઇડ જાગૃતિ મહિના તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, તેથી આ પ્રશ્નોના જવાબો જાણવા મહત્વપૂર્ણ છે. તો ચાલો આજે આપણે આના વિશે વિસ્તારથી જાણીએ.

પહેલા તો આપણે એ જાણીએ કે, ફાઇબ્રોઇડ્સ શું છે, ફાઇબ્રોઇડ્સ એક પ્રકારની બિન-કેન્સરગ્રસ્ત ગાંઠ છે. જે ગર્ભાશયની માંસપેશિયોમાં વિકસિત થાય છે. જેને લિયોમાયોમા પણ કહેવામાં આવે છે. ગર્ભાશયમાં બનનારી આ ગાંઠ એક નાનકડા બીજથી લઈ તરબુચના આકારની પણ હોય શકે છે.

શું ગર્ભાશયની ગાંઠ ફાઇબ્રોઇડ્સ પ્રજનન ક્ષમતાને અસર કરે છે? કેટલાક કેસમાં ગર્ભાશયની ગાંઠ ગર્ભધારણ કરવામાં પરેશાનીનું કારણ બની શકે છે.

ગર્ભાશયની ગાંઠ ફર્ટિલિટીને પણ પ્રભાવિત કરે છે.પ્રજનન નિષ્ણાતો કહે છે કે મોટાભાગની સ્ત્રીઓ ગર્ભધારણ કરવાની યોજના બનાવતી વખતે ગર્ભાશયમાં ગાંઠો હોવાની જાણ થાય છે.

ગર્ભાશયમાં ગાંઠ થવાના મુખ્ય લક્ષણોની જો આપણે વાત કરીએ તો. પીરિયડ દરમિયાન હેવી બ્લીડિંગ થવું. પીરિયડ્સ વગર યોનિમાંથી લોહી આવવું. પેટ કે પછી પેલ્વિક વિસ્તારમાં દુખાવો થવો. વારંવાર પેશાબ જવું, કબજીયાત થવી.

શું ફાઇબ્રોઇડ્સથી પ્રેગ્નન્સી શક્ય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં, ડૉક્ટર કહે છે કે જો પ્રેગ્નન્સીમાં ગાંઠનું કદ નાનું હોય અને તેની યોગ્ય સમયે સારવાર કરવામાં આવે, તો પ્રેગ્નન્સી સંપૂર્ણપણે શક્ય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
