Women’s health : ફેલોપિયન ટ્યુબ બ્લોક થવાના કારણો શું હોઈ શકે છે? ડૉક્ટર પાસેથી જાણો
ફેલોપિયન ટ્યુબ બ્લોક થવાના કારણે મહિલાઓમાં ઈનફર્ટિલિટીની સમસ્યા થઈ શકે છે. કેટલીક સ્ત્રીઓને કોઈ પણ લક્ષણો વિના ફેલોપિયન ટ્યુબ બ્લોક થઈ શકે છે, તો ચાલો આજે જાણીએ કે, ફેલોપિયન ટ્યુબ બ્લોક થવાના કારણો શું છે?

મહિલાઓમાં વંધ્યત્વ એક ગંભીર સમસ્યા બની રહી છે.આ ઈનફર્ટિલિટીના કારણે મહિલાઓને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી થાય છે. ડોકટરો માને છે કે, મહિલા ઓમાં વંધ્યત્વના ઘણા કારણો હોય શકે છે. જેમાં ફેલોપિયન ટ્યુબમાં બ્લોકેજ એક ગંભીર સમસ્યા છે. ફેલોપિયન ટ્યુબમાં દર મહિને મહિલાના શરીરમાં બનેલા ઈંડાને ઓવરીમાં આવે છે જેમાં સ્પર્મ અને ઈંડાનું ફર્ટિલાઈજેશન થાય છે અને મહિલા ગર્ભધારણ કરી શકે છે.

પરંતુ ફેલોપિયન ટ્યુબમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવવાના કારણે મહિલામાં ગર્ભધારણ કરવાની સમસ્યા થાય છે. ફેલોપિયન ટ્યુબ બ્લોક થવાના અનેક કારણો હોય શકે છે. તો ચાલો આ વિશે વિસ્તારથી જાણીએ.

પીઆઈડી ફેલોપિયન ટ્યુબ બ્લોકેજનું એક મુખ્ય કારણ છે. આ સમસ્યા ત્યારે થાય છે. જ્યારે યૌન સંચારિત સંક્રમણ એટલે કે,યોનિ કે ગર્ભાશય ગ્રીવામાંથી ફેલોપિયન ટ્યુબ અને અન્ય પ્રજનન અંગો સુધી ફેલાય છે. પેલ્વિકર ઈફ્લેમેટરી ડિસીસના કારણે ફેલોપિયન ટ્યુબમાં બ્લોકેજની સમસ્યા થઈ શકે છે.

એન્ડોમેટ્રિયોસિસ એક એવી સમસ્યા છે. જેમાં ગર્ભાશયની પરત ટિશ્યુ ગર્ભાશયની બહાર એટલે કે, ફેલોપિયન ટ્યુબ અને અંડાશય પર વધવા લાગે છે. એન્ડોમીટ્રિઓસિસ થવા પર ઓવરી, ફેલોપિયન ટ્યુબઅથવા આંતરડા પર પેશી મળી શકે છે, જે ફેલોપિયન ટ્યુબના અવરોધને કારણે થઈ શકે છે.

પેલ્વિક સર્જરી પણ ફેલોપિયન ટ્યુબ બ્લોક થવાનું કારણ બની શકે છે. એક્ટોપિક પ્રેગ્નન્સી ઓવરી, સિસ્ટ કે પછી ફાઈબ્રોઈડ જેવી પેલ્વિક સર્જરી, ટિશુ વધવાનું કારણ બની શકે છે. જે ફેલોપિયન ટ્યુબને બંધ કરી શકે છે.

એક્ટોપિક ગર્ભાવસ્થા ત્યારે થાય છે જ્યારે ફળદ્રુપ ઇંડા ગર્ભાશયની બહાર, ઘણીવાર ફેલોપિયન ટ્યુબમાં, આવે છે અને વધે છે. અગાઉની એક્ટોપિક ગર્ભાવસ્થા ટ્યુબલને નુકસાન પહોંચાડી શકે છે અને પાછળથી ફેલોપિયન ટ્યુબ બ્લોકેજનું જોખમ વધારી શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અહી ક્લિક કરો
