Breaking News: મોટો આંચકો ! ગુજરાતની સૌથી મોટી ખાનગી રિફાઇનરી 35 દિવસ માટે બંધ; 6,000 પંપ પર સપ્લાયનું સંકટ
એક તરફ જ્યાં મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ની કિંમતોને $103 પ્રતિ બેરલને પાર પહોંચાડી દીધી છે, ત્યાં બીજી તરફ ભારતના સ્થાનિક ઈંધણ બજાર માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.

એક તરફ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો આસમાને પહોંચી છે, ત્યારે ભારતના ઈંધણ બજાર માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, ગુજરાતમાં આવેલી દેશની એક મોટી ખાનગી રિફાઇનરી આગામી 35 દિવસ માટે સંપૂર્ણપણે બંધ રહે, તેવી શક્યતા છે.

દેશની બીજી સૌથી મોટી ખાનગી રિફાઇનરી નાયરા એનર્જી (Nayara Energy) ગુજરાતના વાડિનાર સ્થિત પોતાના પ્લાન્ટને 35 દિવસ માટે સંપૂર્ણપણે બંધ કરવાની યોજના બનાવી રહી છે. આ શટડાઉન રિફાઇનરીના નિયમિત જાળવણી (Maintenance) કામ માટે કરવામાં આવી રહ્યું છે પરંતુ તેની ટાઇમિંગે બજારના નિષ્ણાતો અને પેટ્રોલ પંપ ડીલરોની ચિંતા વધારી દીધી છે.

નાયરા એનર્જીની આ રિફાઇનરી વાર્ષિક 2 કરોડ ટન કાચું તેલ સાફ કરવાની ક્ષમતા ધરાવે છે, જે ભારતની કુલ રિફાઇનિંગ ક્ષમતાનો લગભગ 8% હિસ્સો છે. 35 દિવસ સુધી ઉત્પાદન ઠપ રહેવાનો અર્થ એ છે કે, બજારમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠામાં મોટો ઘટાડો આવી શકે છે. નાયરા એનર્જી દેશના 6,300થી વધુ પેટ્રોલ પંપોને ઈંધણ સપ્લાય કરે છે. આ રિફાઇનરીનું શટડાઉન માર્ચના અંતથી શરૂ થઈને એપ્રિલ સુધી ચાલવાની ધારણા છે, જેના કારણે આવનારા સમયમાં પેટ્રોલ પંપોની મુશ્કેલી વધી શકે છે.

સામાન્ય રીતે રિફાઇનરીના શટડાઉન દરમિયાન ઓઇલ કંપનીઓ અગાઉથી સ્ટોક જમા કરી લે છે અથવા બીજી કંપનીઓ પાસેથી તેલ ખરીદીને સપ્લાય જાળવી રાખે છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને હવે ઈરાન-ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન પહેલેથી જ દબાણમાં છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ હજુ વધે, તો ખાનગી કંપનીઓ માટે બહારથી મોંઘું તેલ ખરીદીને સ્થાનિક બજારમાં સસ્તા ભાવે વેચવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. કંપનીએ જણાવ્યું છે કે, હાલમાં સપ્લાય માટે તેમની પાસે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.

નાયરા જેવી મોટી રિફાઇનરી 35 દિવસ બંધ રહેવાથી 'પેનિક બાઇંગ' (ગભરાટમાં ખરીદી) વધી શકે છે. જો નાયરાના પંપો પર સપ્લાય ઓછી થશે, તો ગ્રાહકોનો પૂરો બોજ સરકારી તેલ કંપનીઓ (IOCL, BPCL, HPCL) ના નેટવર્ક પર આવી જશે. જો સરકારી પંપો પર અચાનક ભીડ વધશે, તો ત્યાં પણ સ્ટોક જલ્દી ખતમ થવાની અને લોજિસ્ટિક્સની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે, જો સ્થિતિને યોગ્ય રીતે મેનેજ કરવામાં નહીં આવે, તો દેશના ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં પેટ્રોલ-ડીઝલની અછત જોવા મળી શકે છે, જ્યાં નાયરા એનર્જીની પકડ ઘણી મજબૂત છે.

નાયરા એનર્જી તેનું મોટાભાગનું ઉત્પાદન સ્થાનિક બજારમાં વેચે છે અને દેશભરમાં તેના અંદાજે 7,000 પેટ્રોલ પંપ છે. આ સાથે જ તે સરકારી કંપનીઓને પણ ઈંધણ પૂરું પાડે છે. આવી સ્થિતિમાં રિફાઇનરીનું બંધ થવું સ્થાનિક બજારમાં તેલ અને ગેસની ઉપલબ્ધતાને અસર કરી શકે છે.
Breaking News: દુનિયા ચોંકી ગઈ ! ક્રૂડ ઓઈલ $100 ને પાર છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલ કેમ મોંઘા ન થયા ? જાણો અંદરની વાત
