AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે મુસાફરોને કિલોમીટરે કેટલું ભાડું ચૂકવવું પડશે

Breaking News : અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે મુસાફરોને કિલોમીટરે કેટલું ભાડું ચૂકવવું પડશે

| Updated on: Aug 08, 2026 | 11:52 AM
Share

રિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી રિક્ષા ચાલકો દ્વારા ભાડામાં વધારો કરવાની માગ કરવામાં આવી રહી હતી. હવે રાજ્ય સરકારે આ માગને મંજૂરી આપતાં રિક્ષાના નવા ભાડા જાહેર કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં રિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી રિક્ષા ચાલકો દ્વારા ભાડામાં વધારો કરવાની માગ કરવામાં આવી રહી હતી. હવે રાજ્ય સરકારે આ માગને મંજૂરી આપતાં રિક્ષાના નવા ભાડા જાહેર કરવામાં આવ્યા છે.

રિક્ષા ભાડામાં થયો વધારો !

રાજ્ય સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડીને રિક્ષાના નવા ભાડા નક્કી કરવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ હવે 1.2 કિલોમીટરનું મિનિમમ ભાડું ₹25 રહેશે. જ્યારે ત્યારબાદના અંતર માટે રનિંગ ભાડું પ્રતિ કિલોમીટર ₹20 નક્કી કરવામાં આવ્યું છે.

હવેથી 1.2 કિલોમીટરનું મિનિમમ ભાડું 25 રુપિયા

રિક્ષા ચાલકો છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલ તેમજ CNGના ભાવ, વાહનના જાળવણી ખર્ચ સહિતના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને ભાડામાં વધારો કરવાની માગ કરી રહ્યા હતા. આ અંગે સરકાર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી.

મુસાફરોના ખિસ્સા પર વધારાનો બોજ

હવે સરકારની મંજૂરી બાદ નવા ભાડાના દર અમલમાં આવશે. જેના કારણે અમદાવાદમાં રિક્ષા દ્વારા મુસાફરી કરતા મુસાફરોના ખિસ્સા પર વધારાનો બોજ પડશે. ખાસ કરીને ટૂંકા અંતરની મુસાફરી કરતા મુસાફરો માટે મિનિમમ ભાડામાં ફેરફાર મહત્વનો રહેશે.

ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા દર મુજબ હવે મુસાફરોએ રિક્ષામાં બેસતા પહેલા નવા ભાડાની જાણકારી રાખવી જરૂરી રહેશે. બીજી તરફ, રિક્ષા ચાલકો માટે વધેલા ખર્ચને પહોંચી વળવામાં આ ભાડા વધારો રાહતરૂપ સાબિત થઈ શકે છે.

Rajkot Breaking News: તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં ભડકો, 10 જ દિવસના અંતરાલમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઝીંકાયો વધારો! જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Aug 08, 2026 11:52 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">