AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ, શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિની કામગીરી સામે ઉઠ્યા સવાલ

વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ, શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિની કામગીરી સામે ઉઠ્યા સવાલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2026 | 1:05 PM
Share

વડોદરામાં જર્જરિત શાળાના મકાનને કારણે વિદ્યાર્થીઓને 11 દુકાનોમાં અભ્યાસ કરાવવાનો પ્રસ્તાવ મુકાયો છે,હેર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષે જણાવ્યું છે કે યોગ્ય જગ્યાની શોધ ચાલુ છે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા ન મળે તો દુકાનોમાં ભણાવવું પડી શકે છે. આ નિર્ણય સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

વડોદરામાં શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક દરખાસ્તને લઈને મોટો વિવાદ સર્જાયો છે. વાસણા રોડ વિસ્તારમાં આવેલી એક સરકારી શાળાનું મકાન અત્યંત જર્જરિત બનતા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડી છે. આ સંજોગોમાં 11 દુકાનોમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે મંજૂરી માંગવામાં આવી છે. આ પ્રસ્તાવને કારણે શિક્ષણવિદો અને વાલીઓમાં અનેક સવાલો ઉભા થયા છે.

શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું કહેવું છે કે યોગ્ય સ્થળની શોધ હજુ પણ ચાલુ છે. જો યોગ્ય જગ્યા નહીં મળે તો તાત્કાલિક ધોરણે દુકાનોમાં અભ્યાસ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. જોકે આ પ્રસ્તાવ સામે પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે જર્જરિત શાળાનું સમારકામ શરૂ કરતા પહેલા વૈકલ્પિક સ્થળ કેમ ન શોધાયું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

વિદ્યાર્થીઓની સુરક્ષા, શિક્ષણની ગુણવત્તા અને આવા વાતાવરણમાં શૈક્ષણિક વાતાવરણ જળવાઈ રહેશે કે કેમ તે અંગે ચર્ચા વધુ તેજ બની છે. હવે આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂર થાય છે કે નહીં તેના પર સૌની મીટ મંડાયેલી છે.

Input Credit- Anjali Ojha- Vadodara

તમે જે પનીર ખાઈ રહ્યા છો તેમા ડિટર્જન્ટની મિલાવટ તો નથીને ? કેવી રીતે ચેક કરશો- જાણો

Published on: Aug 07, 2026 09:17 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">