AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંબાલાલ પટેલે ખેડૂતો માટે કરી મહત્વની આગાહી, મઘા નક્ષત્રનો વરસાદ ખેડૂતોને કરાવશે લીલા લહેર- Video

અંબાલાલ પટેલે ખેડૂતો માટે કરી મહત્વની આગાહી, મઘા નક્ષત્રનો વરસાદ ખેડૂતોને કરાવશે લીલા લહેર- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2026 | 8:02 PM
Share

હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલે ઓગસ્ટના વરસાદને લઈને મોટી આગાહી કરી છે. ખાસ કરીને અંબાલાલ પટેલની આ આગાહી ખેડૂતો માટે ઘણી મહત્વની છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓગસ્ટમાં મઘા નક્ષત્રનો વરસાદ ખેડૂતોને લીલાલહેર કરાવશે.

રાજ્યમાં હાલ એકપણ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવા છતા વરસાદ આવવાની શક્યતા દેખાઈ રહી છે. બંગાળના ઉપસાગરમાં ભેજના કારણે હવામાન પલટાશે અને 8 થી 11 ઓગસ્ટ દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં વરસાદ પડશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આ ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં છુટા છવાયા વરસાદનું અનુમાન છે. 17 થી 18 ઓગસ્ટે મઘા નક્ષત્રનો વરસાદ ખેડૂતોને લીલા લહેર કરાવશે. આ નક્ષત્રનો વરસાદ ખેડૂત માટે ફળદાયી રહેશે. મઘા નક્ષત્રમાં પડતા વરસાદથી ઉભા પાકને ફાયદો થવાની શક્યતા છે. તો આ સાથે અંબાલાલ પટેલે ખેડૂતોને એક ચેતવણી પણ આપી છે.

ખેડૂતોને અશ્લેષા નક્ષત્રમાં પાણીનો ઉપયોગ ન કરવાની સલાહ

અંબાલાલ પટેલે ખેડૂતોને અશ્લેષા નક્ષત્રમાં પાણીનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે. ખેડૂતો તેમના કામ અશ્લેષા નક્ષત્ર દરમિયાન આટોપી લે તેવી સલાહ આપવામાં આવી છે. વધુમાં અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. અનેક જગ્યાએ 3 કે તેથી વધુ ઈંચ વરસાદ ખાબકી શકે છે.

અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘમહેર થવાની પ્રબળ શક્યતા છે. તો 15 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદથી નર્મદાનું જળસ્તર વધી શકે છે.
23 ઓગસ્ટ બાદ પણ સારો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

તમે જે પનીર ખાઈ રહ્યા છો તેમા ડિટર્જન્ટની મિલાવટ તો નથીને ? કેવી રીતે ચેક કરશો- જાણો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">