AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના આ 9 રેલવે સ્ટેશન પર બનશે EV ચાર્જિંગ પોઈન્ટ, મહેસાણામાં દેશનું સૌથી મોટું ચાર્જિંગ સ્ટેશન, જાણો

પશ્ચિમ રેલવે ગુજરાતમાં ઊર્જા બચાવ અને પર્યાવરણ સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેઓએ 9 મુખ્ય રેલવે સ્ટેશનો પર ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કર્યા છે.

| Updated on: Jul 27, 2025 | 9:55 PM
Share
ઉર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણના હેતુથી પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતના 9 મહત્વપૂર્ણ રેલવે સ્ટેશનો પર ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવશે.

1 / 6
આ સ્કીમ હેઠળ નીચેના રેલવે સ્ટેશનો પર ચાર્જિંગ પોઈન્ટ્સ ઉભા કરાશે.. જેમાં મહેસાણા, વિસનગર, વડનગર, રણુંજ, ઊંઝા, સિદ્ધપુર, કલોલ, ગાંધીધામ અને સામખિયાળી.

2 / 6
દરેક સ્ટેશન પર વિસ્તાર મુજબ ચાર્જિંગ સ્ટેશનો તૈયાર કરાશે, જેમાં કદ 15x30 ફૂટથી લઈને 94x76 ફૂટ સુધી હશે. સૌથી મોટું ચાર્જિંગ કેન્દ્ર મહેસાણા રેલવે સ્ટેશન પર બનાવાશે, જ્યાં TRD ઓફિસ નજીક 7,144 ચોરસ ફૂટનું વિસ્તૃત EV ચાર્જિંગ સ્ટેશન કાર્યરત થશે.

3 / 6
અત્યાર સુધીમાં રેલવે વિભાગે તમામ સ્ટેશનો માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી છે. આગામી પાંચ વર્ષ સુધી સંચાલન અને જાળવણીની જવાબદારી પસંદ થયેલ એજન્સી સોંપવામાં આવશે.

4 / 6
વિશેષ સુવિધાઓમાં ચાર્જિંગ પોઈન્ટ પર પિયાનું પાણી અને વોશરૂમ જેવી પાયાની જરૂરિયાતોનું આયોજન કરાયું છે. દરેક ચાર્જિંગ પોઈન્ટ પર એક સમયે 5 થી 10 અથવા વધુ ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરી શકાશે.

5 / 6
આ પહેલ પશ્ચિમ રેલવેના "ક્લીન એન્ડ ગ્રીન" અભિયાન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે અને ગુજરાતને ઇલેક્ટ્રિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે આગળ ધપાવશે.

6 / 6

જો તમે જનરલ ટિકિટ સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો, તો આ નિયમો પહેલા જાણી લેજો.. અહીં ક્લિક કરો..

g clip-path="url(#clip0_868_265)">