ગીર સોમનાથ: દિલ્હી અને લદ્દાખના રાજ્યપાલે સપરિવાર કર્યા સોમનાથ મહાદેવના દર્શન- જુઓ તસ્વીરો
દિલ્હી અને લદ્દાખના રાજ્યપાલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યા હતા. દિલ્હીના રાજ્યપાલ વિનયકુમાર અને લદ્દાખના રાજ્યપાલ બીડી મિશ્રાએ પરિવાર સાથે સોમનાથ પહોંચ્યા અને સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. અહીં તેઓ સોમનાથની પ્રવર્તમાન યાત્રિ સુવિધાથી માહિતગાર થયા હતા.

દિલ્હી અને લદ્દાખના રાજ્યપાલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યા હતા. દિલ્હીના રાજ્યપાલ વિનયકુમાર સક્સેના અને લદ્દાખના રાજ્યપાલ બીડી મિશ્રાએ પરિવાર સાથે સોમનાથ પહોંચ્યા અને સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

આ બંને રાજ્યોના રાજ્યપાલનું સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

સ્વાગત બાદ બંને રાજ્યપાલો પરિવાર સાથે સોમનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા હતા અને તેમણે ત્યાં પૂજા સામગ્રી, પુષ્પો, બિલ્વપત્રો અને પુષ્પમાળા સોમનાથ મહાદેવને અર્પણ કરી હતી.

દિલ્હીના રાજ્યપાલ અને લદ્દાખના રાજ્યપાલે સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કર્યો હતો.

ટ્રસ્ટના જનરલ મેનેજરે તેમને સ્મૃતિભેટ આપી સન્માન કર્યુ હતુ.

સોમનાથ મંદિર પરિસર પાસે આવેલ સમુદ્ર દર્શન પથ, દક્ષિણ ધ્રુવ બાણ સ્થંભ, સોમનાથ મંદિરના સમરાંગણ પર લાગેલા સૂવર્ણ કળશ સહિતના યાત્રિ સેવા તેમજ મંદિરના વિકાસના પ્રોજેક્ટની માહિતી મેળવી હતી.

સોમનાથ ટ્રસ્ટના પૂજારીએ ઉપવસ્ત્ર આપી બંને મહાનુભાવોનું સ્વાગત કર્યુ હતુ. Input Credit- Yogesh Joshi- Gir Somnath