Stock Market: NTPC લિમિટેડથી આ કંપનીને મળ્યો મોટો ઓર્ડર , રોકાણકારો હવે સોમવારે બજાર ખૂલતાની સાથે જ આ શેર પર નજર રાખશે!
NTPC લિમિટેડ તરફથી સરકારી કંપનીને મોટો ઓર્ડર મળતાં સોમવારે શેરમાં એક્શન જોવા મળી શકે છે. આ સમાચારને કારણે રોકાણકારોની ખાસ નજર હવે આ શેર પર રહેશે. બજારમાં આ ઓર્ડર પોઝિટિવ સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.

NLC ઇન્ડિયા લિમિટેડે શનિવારે જણાવ્યું હતું કે, તેને NTPC લિમિટેડ તરફથી 450 MW ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) સાથે જોડાયેલ વિંડ- હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ ડેવલોપ કરવા માટે લેટર ઓફ એવોર્ડ (LoA) મળ્યો છે.

કંપનીએ જણાવ્યું હતું કે, આ કોન્ટ્રાક્ટ હેઠળ NLC આગામી 25 વર્ષ માટે NTPCને હાઇબ્રિડ પાવર સપ્લાય કરશે, જેના માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) પર હસ્તાક્ષર કરવામાં આવશે.

કંપનીએ એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ રાજસ્થાનના બિકાનેરમાં 300 MW અને ગુજરાતના ભુજમાં 150 MW બે સ્થળોએ વિકસાવવામાં આવશે.

NLCએ વધુમાં જણાવ્યું હતું કે, PPAની અસરકારક તારીખથી 24 મહિનાની અંદર હાઇબ્રિડ પાવરનો પુરવઠો શરૂ થવાની અપેક્ષા છે.

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, આ ઓર્ડર કોઈપણ સંબંધિત પક્ષ વ્યવહાર (Related Party Transaction)ની શ્રેણીમાં આવતો નથી અને ન તો એનએલસી તેમજ ન તો એનટીએપીસીના પ્રમોટર જૂથો વચ્ચે કોઈ ક્રોસ-હોલ્ડિંગ છે.

NLC ઇન્ડિયા એક નવરત્ન PSU છે, જે કોલસા મંત્રાલય હેઠળ આવે છે. આ કંપની ભારતમાં રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સના વિસ્તરણમાં સક્રિયપણે રોકાયેલ છે.
IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPO ના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

































































