AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગિલે વન-ડે ક્રિકેટમાં રચ્યો ‘World Record’, વિશ્વનો કોઈ પણ બેટ્સમેન આજ સુધી આ કારનામું નથી કરી શક્યો

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચમાં 6 વિકેટે ધમાકેદાર જીત મેળવીને બ્રિટન પ્રવાસ પર શાનદાર શરૂઆત કરી છે. ભારતની આ જીતનો અસલી હીરો ઓપનર શુભમન ગિલ રહ્યો. ખાસ વાત એ છે કે, તેણે 80 રનની તોફાની ઈનિંગ રમીને વન-ડે ક્રિકેટનો એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

Breaking News: ગિલે વન-ડે ક્રિકેટમાં રચ્યો 'World Record', વિશ્વનો કોઈ પણ બેટ્સમેન આજ સુધી આ કારનામું નથી કરી શક્યો
Image Credit source: AI Generated
| Updated on: Jul 15, 2026 | 8:08 PM
Share

ભારતે પ્રથમ વન-ડેમાં ઈંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું. ભારતની જીતમાં શુભમન ગિલે શાનદાર ઈનિંગ રમી અને 80 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો. ગિલ ભલે પોતાની સદી પૂરી ન કરી શક્યો પરંતુ પોતાની ઈનિંગથી તેણે ભારતીય ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

ગિલે 75 બોલમાં 80 રન બનાવ્યા, જેમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ગિલની ઈનિંગના દમ પર ભારતે 45.2 ઓવરમાં 4 વિકેટે 262 રનનો સ્કોર કરીને મેચ 6 વિકેટે જીતી લીધી.

શુભમન ગિલે રચ્યો ‘ઇતિહાસ’

પોતાની 80 રનની ઈનિંગ દરમિયાન શુભમન ગિલે એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ગિલ વન-ડે ક્રિકેટમાં 100 થી વધુનો સ્ટ્રાઈક રેટ અને 60 ની એવરેજ (સરેરાશ) ધરાવતો દુનિયાનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ આંકડો 50 થી વધુ ઈનિંગ્સ રમી ચૂકેલા બેટ્સમેનોનો છે.

જો કે, દુનિયામાં 100 થી વધુની સ્ટ્રાઈક રેટથી વન-ડે ક્રિકેટમાં બેટિંગ કરનારા કેટલાક બેટ્સમેનો રહ્યા છે, જેમાં એબી ડી વિલિયર્સનું નામ પણ છે પરંતુ તેની સરેરાશ 60 ની નહોતી. હવે ગિલ વન-ડે ક્રિકેટમાં 60 ની સરેરાશ અને 100 થી વધુનો સ્ટ્રાઈક રેટ ધરાવતો દુનિયાનો એકમાત્ર બેટ્સમેન બની ગયો છે.

અક્ષર અને વોશિંગ્ટનની 102 રનની ભાગીદારી

જીતવા માટે 259 રનનો પીછો કરતા ભારતે 45.2 ઓવરમાં ચાર વિકેટે 262 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી. એક સમયે ટીમનો સ્કોર 160 રન પર ચાર વિકેટ હતો. જો કે, ત્યારબાદ પ્લેયર ઓફ ધ મેચ અક્ષર અને વોશિંગ્ટને પાંચમી વિકેટ માટે અણનમ 102 રનની ભાગીદારી કરીને ભારતને આસાન જીત અપાવી દીધી.

ગિલ શાનદાર ફોર્મમાં દેખાયો અને 75 બોલની પોતાની ઈનિંગમાં 11 ચોગ્ગા તથા એક છગ્ગો ફટકાર્યો. સદીની નજીક પહોંચતા પહેલા જ સ્નાયુઓમાં ખેંચાણના કારણે તે રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો.

ભારતે જીતનું ખાતું ખોલ્યું

આ જીત સાથે ભારતે બ્રિટન પ્રવાસ પર જીતનું ખાતું ખોલ્યું. આ પહેલા ટીમને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની ટી20 ઇન્ટરનેશનલ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ગિલે, રોહિત શર્મા (11) અને વિરાટ કોહલી (5) સસ્તામાં આઉટ થયા બાદ ભારતની બાજી સંભાળી. તેણે શ્રેયસ અય્યર (35) સાથે ત્રીજી વિકેટ માટે 101 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.

Breaking News: ICC નો ‘મોટો નિર્ણય’… વન-ડે World Cup 2027 નું ફોર્મેટ બદલાયું, હવે પહેલી મેચથી જ રોમાંચ ડબલ થશે

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">