AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર, જુઓ Video

Breaking News : વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર, જુઓ Video

| Updated on: Oct 10, 2026 | 1:35 PM
Share

વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી મોહસીન મિંડી પોલીસને ચકમો આપી ફરાર થયો છે. બાથરૂમ જવાના બહાને આરોપી બેડ સાથે હથકડીથી બાંધેલો હોવા છતાં છટકી ગયો હતો.

વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી મોહસીન મિંડી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આરોપીને સારવાર માટે SSG હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, આરોપીને બેડ સાથે હથકડીથી બાંધવામાં આવ્યો હતો, તેમ છતાં તે બાથરૂમ જવાના બહાને પોલીસને થાપ આપીને ફરાર થઈ ગયો હતો.

આ ઘટનાથી સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થયા છે. આરોપી ફરાર થતાં જ રાવપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને જેલનો સ્ટાફ સક્રિય થઈ ગયો છે. તેમણે મોહસીન મિંડીને શોધવા માટે તાત્કાલિક ધોરણે તપાસ અને શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટના પ્રથમ નથી. આ અગાઉ પણ SSG હોસ્પિટલમાંથી એક કેદી સારવાર દરમિયાન ફરાર થઈ ગયો હતો. રાવપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ગુજરાતમાં પૂર્વ અગ્નિવીરોને પોલીસ ભરતીમાં મોટી રાહત, હવે લેખિત પરીક્ષા પણ નહીં આપવી પડે

Follow Us
g clip-path="url(#clip0_868_265)">