Breaking News: ફ્લાયદુબઈ કોકપિટ હુમલા કેસમાં NIA ની એન્ટ્રી, કૅપ્ટન સ્મિત મચ્છર મામલે ઊંડી તપાસ શરૂ
ફ્લાયદુબઈની એક ફ્લાઈટમાં કૅપ્ટન સ્મિત મચ્છાર પર કોકપિટની અંદર હવામાં થયેલા હુમલાની તપાસ માટે NIA દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. NIA એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આ કેસની તપાસ કરશે. NIA ના અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી છે.

ફ્લાયદુબઈની એક ફ્લાઈટમાં કોકપિટની અંદર હવામાં કૅપ્ટન સ્મિત મચ્છાર પર થયેલા હુમલાની તપાસ માટે NIA દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. NIA એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આ કેસની તપાસ કરશે. NIA ના અધિકારીઓએ શનિવારે 10 ઑક્ટોબરને રોજ આ માહિતી આપી છે.
શું છે આખો મામલો?
અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગયા મહિને ફ્લાયદુબઈની એક ફ્લાઇટમાં કૅપ્ટન સ્મિત મચ્છર પર કોકપિટની અંદર હવામાં થયેલા હુમલાની તપાસ માટે કેસ નોંધ્યો છે.
NIA registers case to probe mid-air cockpit attack on Captain Smit Machchhar aboard Flydubai flight: NIA Officials
— ANI (@ANI) October 10, 2026
આ કેસ એન્ટી-હાઇજેકિંગ એક્ટ, 2016 અને અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ, 1967 ની સંબંધિત કલમો હેઠળ દાખલ કરવામાં આવ્યો છે.
શું થયું હતું?
અધિકારીઓએ 9 ઓક્ટોબરે NIA દ્વારા નોંધાયેલી FIR નો હવાલો આપતા જણાવ્યું હતું કે, ભારતીય પાયલટ મચ્છરને 30 સપ્ટેમ્બરે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 ના કોકપિટમાં તેમના કો-પાયલટે છરી મારીને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. આ હુમલો “દેખીતી રીતે ફ્લાઇટને હાઇજેક કરવાની અથવા તેને ક્રેશ કરાવવાના પ્રયાસ” ના ભાગરૂપે કરવામાં આવ્યો હતો.
