AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં ગરબા પહેલાં મનપાની લાલ આંખ, FSSAI વગરના ફૂડ સ્ટોલ થશે સીલ ! જુઓ Video

નવરાત્રીમાં સોસાયટીઓમાં થતા ગરબા કે કોમર્શિયલ ગરબામાં નાસ્તા માટેના સ્ટોલ ધારકોએ ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઈ સ્ટોલ ધારક પાસે FSSAI નું રજિસ્ટ્રેશન નહીં જોય તો એને સિલ કરવાની ચીમકી પણ અપાઈ છે.

Narendra Rathod
| Edited By: | Updated on: Oct 10, 2026 | 3:31 PM
Share

AMC ના આરોગ્ય વિભાગે ગત સપ્તાહે જણાવ્યું હતું કે, પાર્ટી પ્લોટથી લઈને સોસાયટીઓ સુધીના ગરબાના આયોજનોમાં અખાદ્ય વસ્તુઓ વેચાશે તો વિક્રેતા કે કેટરર્સની સાથે આયોજકો અને કમિટીની પણ જવાબદારી નક્કી કરી પગલાં લેવાશે. દરમિયાનમાં ફૂડ વિભાગે નવરાત્રિના આયોજનોના તમામ ફૂડ સ્ટોલ માટે FSSAI નું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. એમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એક જ વિક્રેતા દ્વારા જુદા જુદા સ્ટોલ રાખવામાં આવે તો દરેક માટે અલગથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એક વિક્રેતા એક થી વધારે સ્ટોલ એક રજિસ્ટ્રેશન પર ચલાવી નહીં શકે.

80 થી વધુ નાના-મોટા કમર્શિયલ આયોજનો થાય છે

અમદાવાદમાં નવરાત્રિના 80 થી વધુ નાના-મોટા કમર્શિયલ આયોજનો થાય છે. આ ઉપરાંત મોટી સોસાયટીઓ દ્વારા પણ મોટાપાયે રાસ-ગરબા યોજાય છે. જેમાં ઉભા કરવામાં આવતા તમામ ફૂડ સ્ટોલ માટે એફએસએસએઆઈનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવા સાથે ચીમકી પણ અપાઈ છે કે જો રજિસ્ટ્રેશન નહીં થયું હોય તો સિલ કરવામાં આવશે. સાથે જ આયોજકોને પણ અપીલ કરાઈ છે કે રજિસ્ટ્રેશન વગરના ને સ્ટોલ ના ફાળવવા.

આ નિયમનું પાલન કરાવવા ફૂડ વિભાગ આયોજનોમાં ચેકીંગ પણ કરશે. તો બીજી તરફ આયોજકો પણ વિભાગની સુચનનું પાલન કરવા મક્કમ જોવા મળી રહ્યા છે. નવરાત્રીમાં મોડી રાત્રે ગરબામાં અમદાવાદીઓ નાસ્તાની મોજ માણતા હોય છે. જે સ્વસ્થ અને આરોગ્યપ્રદ રહે એની તકેદારી રાખતા મનપાએ પૂર્વ તૈયારીઓ કરી દીધી છે.

આ પણ વાંચો, Breaking News : ગુજરાતમાં પૂર્વ અગ્નિવીરોને પોલીસ ભરતીમાં મોટી રાહત, હવે લેખિત પરીક્ષા પણ નહીં આપવી પડે

Follow Us
બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ
બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ
આજનું રાશિફળ: અણધાર્યો ધનલાભ અને અટકેલા સરકારી કામો થશે પૂર્ણ
આજનું રાશિફળ: અણધાર્યો ધનલાભ અને અટકેલા સરકારી કામો થશે પૂર્ણ
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
g clip-path="url(#clip0_868_265)">