AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાત હાઇકોર્ટે વકીલો માટે શરૂ કરી પાયલોટ WhatsApp સર્વિસ, હવે સીધું મળશે ડેઇલી કોઝ લિસ્ટ

ગુજરાત હાઇકોર્ટે ન્યાયિક પ્રક્રિયાને વધુ આધુનિક બનાવવા 7 ઑક્ટોબર 2026થી વોટ્સએપ બિઝનેસ API આધારિત સેવા શરૂ કરી છે. હવે વકીલોને વેબસાઇટ ફેંદ્યા વગર સીધા વોટ્સએપ પર જ તેમના કેસનું કોઝ લિસ્ટ PDF સ્વરૂપે મળશે.

Breaking News: ગુજરાત હાઇકોર્ટે વકીલો માટે શરૂ કરી પાયલોટ WhatsApp સર્વિસ, હવે સીધું મળશે ડેઇલી કોઝ લિસ્ટ
| Updated on: Oct 10, 2026 | 4:30 PM
Share

ન્યાયિક પ્રક્રિયા અને સંદેશાવ્યવહારને વધુ આધુનિક અને સરળ બનાવવાના ઉદ્દેશ સાથે, ગુજરાત હાઇકોર્ટે 7 ઑક્ટોબર 2026થી WhatsApp બિઝનેસ API મેસેજિંગ મારફતે ઓટોમેટેડ, દૈનિક અને વકીલ-વિશિષ્ટ (Advocate-Specific) કોઝ-લિસ્ટ મોકલવાની સર્વિસ શરૂ કરી છે.

કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ (Acting Chief Justice) જસ્ટિસ માનસ રંજન પાઠકના નિર્દેશ અનુસાર, આ સેવા પ્રાયોગિક ધોરણે (પાયલોટ પ્રોજેક્ટ તરીકે) શરૂ કરવામાં આવી છે. હાઇકોર્ટની કમ્પ્યુટર એન્ડ ટેક્નોલોજી, ડિજિટલાઇઝેશન, ઈ-ફાઇલિંગ અને પેપરલેસ કોર્ટ કમિટીના માર્ગદર્શન હેઠળ આ નવીન પહેલ અમલમાં મૂકાઈ છે.

આ નવી વ્યવસ્થા હેઠળ, રોજેરોજ વકીલવાર લિસ્ટ ઓટો-જનરેટ થશે અને દરરોજ સાંજે વકીલોના રજિસ્ટર્ડ WhatsApp નંબર પર સીધું જ PDF ફાઇલ તરીકે મોકલી દેવામાં આવશે.

હાલની સિસ્ટમ કરતાં શું ફાયદો થશે?

  • ડાયરેક્ટ ડોક્યુમેન્ટ ડિલિવરી (SMS ની ઝંઝટમાંથી મુક્તિ):

પહેલાં વકીલોને માત્ર એક સામાન્ય SMS મળતો હતો કે કોઝ લિસ્ટ પ્રસિદ્ધ થઈ ગયું છે. ત્યારપછી તેમણે જાતે હાઇકોર્ટની વેબસાઇટ ખોલીને પોતાના કેસની વિગતો શોધવી પડતી હતી. હવે નવી સિસ્ટમમાં સીધી PDF ફાઇલ જ WhatsApp પર આવી જશે, જેથી પોર્ટલ પર સર્ચ કરવાની જરૂર રહેશે નહીં.

  • ત્વરિત એક્સેસ અને મોબાઈલ સુવિધા:

વકીલો કોઈપણ વેબ બ્રાઉઝરના વિલંબ કે ફાઈલ શોધવાની માથાકૂટ વગર, પોતાના મોબાઈલમાં એક જ ક્લિક પર લિસ્ટેડ થયેલા કેસોની માહિતી તરત જોઈ શકશે.

  • ભવિષ્યમાં સેવાનો વિસ્તાર:

આ પાયલોટ પ્રોજેક્ટના મૂલ્યાંકન બાદ, ગુજરાત હાઇકોર્ટ આ WhatsApp સેવાનો વધુ વિસ્તાર કરવાની યોજના ધરાવે છે. આગામી સમયમાં કોર્ટના ઓર્ડર અને ચુકાદાઓની સર્ટિફાઇડ કોપી, કેસ સ્ટેટસ રિપોર્ટ્સ, ફીની પહોંચ (Fee Receipts) અને અન્ય ઈ-સેવાઓ સીધી વકીલો તેમજ પક્ષકારો (લિટીગન્ટ્સ) સુધી પહોંચાડવામાં આવશે.

Breaking News: લગ્નની ના પાડવાથી બ્રેકઅપ થાય અને યુવતી સુસાઇડ કરી લે તો યુવક પર ઉશ્કેરણીનો કેસ નહીં: સુપ્રીમ કોર્ટ

Follow Us
નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે લોન્ચ કરી એપ
નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે લોન્ચ કરી એપ
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
g clip-path="url(#clip0_868_265)">