10 October 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોને વિદેશથી જોડાયેલા કામકાજ મળશે અને કોની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે?
આજનું રાશિફળ:- આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ-કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં નફો થશે કે નુકસાન? નોકરિયાત લોકોએ કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કોને કેટલો ધન લાભ થશે? કોણ રહેશે તંદુરસ્ત અને કોણ દુખાવાથી પરેશાન રહેશે? પ્રેમી યુગલો માટે શું છે સમાચાર? કેવું રહેશે તમારું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની સ્થિતિ? કેવું રહેશે તમારું સ્વાસ્થ્ય? ચાલો આ બધું જ જાણીએ તમારા આજના રાશિફળમાં...

મેષ રાશિ: આજે ભાગીદારીના કામકાજમાં લાભ થશે અને નવા સંબંધો બનશે. સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે. વિદ્યાર્થીઓ માટે રચનાત્મક કાર્યોમાં સફળતા મળવાનો યોગ છે. આર્થિક સ્થિતિ સામાન્ય કરતાં સારી રહેશે. પરિવાર સાથે ઉત્તમ સમય વિતાવશો, જેનાથી મન પ્રફુલ્લિત રહેશે. લાંબા સમયથી અટકેલી યોજનાઓ ફરી શરૂ થશે અને ધન લાભના યોગ બનશે. નોકરીમાં તમારી કાર્યશૈલીની સરાહના થશે. (ઉપાય: કાળા તલ અને કાળી અડદની દાળનું દાન કરો.)

વૃષભ રાશિ: આજે તમને તમારા અનુભવથી દરેક ક્ષેત્રમાં ઉત્તમ સફળતા મળશે. કાર્યસ્થળ પર તમારી નિષ્ઠા અને નિર્ણયશક્તિની ખૂબ પ્રશંસા થશે. જો કોઈ અટકેલું નાણાકીય કામ પૂરું કરવા માગતા હોવ, તો આજનો દિવસ ખૂબ અનુકૂળ છે. પરિવારના સભ્યો સાથે ચાલી રહેલી કોઈ જૂની ગેરસમજ કે અણબનાવનો અંત આવશે. સાંજના સમયે પ્રિયજનો સાથે મુલાકાત મનને તાજગી આપશે. સ્વાસ્થ્ય સારું રહેશે. (ઉપાય: લક્ષ્મીજી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો અને 'ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ' મંત્રનો 108 વાર જાપ કરો.)

મિથુન રાશિ: આજે ક્ષમતા કરતા વધુ કામનો બોજ રહેવાથી થોડો માનસિક થાક અનુભવાઈ શકે છે. વાણી પર સંયમ રાખવો, નહીં તો નકામા વાદ-વિવાદ ઊભા થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સમય અનુકૂળ છે. બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો હિતાવહ રહેશે. સાંજના સમયે આધ્યાત્મિક વાતાવરણમાં વિતાવવાથી મ શાંતિ મળશે. (ઉપાય: ભગવાન ગણેશજીને દૂર્વા અર્પણ કરો અને 'ૐ ગં ગણપતયે નમઃ' મંત્રનો જાપ કરો.)

કર્ક રાશિ: આજે ભાગ્યનો સાથ મળવાથી અટકેલા તમામ કાર્યોમાં ઝડપ આવશે. સંપત્તિ કે વાહન ખરીદવાનું વિચારતા હોવ, તો આજે યોજના આગળ વધારી શકાય છે. નોકરીમાં તમારી મહેનતને ધ્યાને રાખીને ઉપરી અધિકારીઓ નવી જવાબદારી સોંપી શકે છે. જૂના મિત્રો સાથેની વાતચીતથી મન હળવું થશે. સ્વાસ્થ્ય બાબતે થોડી સાવચેતી રાખવી. (ઉપાય: શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરી 'ૐ નમઃ શિવાય' નો જાપ કરો.)

સિંહ રાશિ: આજે તમારો આત્મવિશ્વાસ ઊંચો રહેશે, જેનાથી તમને કાર્યસ્થળ પર સફળતા મળશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને નવી ઓળખાણ ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે. વિદેશથી જોડાયેલા કામકાજમાં પ્રગતિના સંકેત છે. પરિવારમાં માતા-પિતાના આશીર્વાદ લઈને નીકળવાથી દરેક કામ સફળ થશે. ખાનપાનમાં સંયમ રાખવો. (ઉપાય: ગાયને ગોળ અને ઘઉં ખવડાવો તથા સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો.)

કન્યા રાશિ: આજે કારકિર્દીના ક્ષેત્રમાં કોઈ મોટો અને અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે. અનુભવી લોકોની સલાહ લીધા વિના નાણાકીય લેવડ-દેવડ કરવી નહીં. કાર્યસ્થળ પર તમારી સુઝબુઝથી જટિલ સમસ્યાઓનો ઉકેલ આવશે. વિવાહ યોગ્ય જાતકો માટે સારા સંબંધની વાતો આવી શકે છે. સાંજના સમયે માનસિક શાંતિ અનુભવાશે. (ઉપાય: પક્ષીઓને ચણ નાખો અને 'ૐ નમો ભગવતે વાસુદેવાય' નો જાપ કરો.)

તુલા રાશિ: આજે તમને આર્થિક સ્થિતિમાં સુધાર જોવા મળશે અને જૂના રોકાણમાંથી સારું વળતર મળશે. કલા કે લેખન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજે સન્માન મળવાનો દિવસ છે. કાર્યક્ષેત્રમાં થોડી ઉતાવળ નુકસાન પહોંચાડી શકે છે, માટે ધીરજથી કામ લેવું. પરિવાર સાથે કોઈ નાની ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે. (ઉપાય: કન્યાઓને મીઠાઈ ખવડાવો અને દેવી દુર્ગાજીની આરાધના કરો.)

વૃશ્ચિક રાશિ: આજે તમારા અથાક પ્રયત્નોના કારણે અશક્ય લાગતા કાર્યો પણ પૂરા થઈ જશે. વ્યવસાયિક ભાગીદારો સાથે સુમેળ વધશે, જેનાથી નવો પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે. કૌટુંબિક બાબતોમાં ઉદારતા દાખવવી હિતાવહ રહેશે. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી. સ્વાસ્થ્ય સુધારવા માટે દિનચર્યામાં યોગનો સમાવેશ કરો. (ઉપાય: હનુમાનજી સમક્ષ ચમેલીના તેલનો દીવો કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.)

ધન રાશિ: આજે ધાર્મિક અને પૂજા-પાઠના કાર્યો તરફ રુચિ વધશે. વેપારમાં ક્ષેત્રવિસ્તાર માટેની યોજનાઓ સફળ થશે અને નવો આર્થિક સ્ત્રોત ઊભો થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધાર્યું પરિણામ મળવાની પૂરી સંભાવના છે. ઘરના વડીલોનું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. સાંજે કોઈ પ્રિય વ્યક્તિ તરફથી ભેટ મળવાના યોગ છે. (ઉપાય: કેસરનું તિલક કરો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.)

મકર રાશિ: આજે કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે નાની-મોટી તકરાર ટાળવી. ધૈર્ય અને મહેનતથી કામ કરશો, તો પરિણામ તમારી તરફેણમાં આવશે. આર્થિક બાબતોમાં કોઈના પર પણ આંધળો વિશ્વાસ ન કરવો. સાસરી પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. સાંજના સમયે યોગ કે મેડિટેશન કરવાથી તણાવ દૂર થશે. (ઉપાય: શનિદેવ સમક્ષ સરસવના તેલનો દીવો પ્રગટાવો અને કાળી અડદનું દાન કરો.)

કુંભ રાશિ: આજે તમારું સામાજિક વર્તુળ વધશે અને રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે અને જીવનસાથીની મદદથી મોટો નાણાકીય લાભ થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન કે બદલીની શક્યતાઓ બની રહી છે. જૂની બીમારીમાંથી રાહત મળશે અને ઉત્સાહ જળવાઈ રહેશે. (ઉપાય: શિવલિંગ પર કાળા તલ ચડાવો અને જરૂરિયાતમંદને અન્નનું દાન કરો.)

મીન રાશિ: તમારો દયાળુ સ્વભાવ લોકોનું દિલ જીતી લેશે. શેરબજાર કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે દિવસ અનુકૂળ છે. પરિવારના સભ્યો સાથે ચાલી રહેલી કોઈ જૂની માનસિક ચિંતા કે મતભેદનો અંત આવશે. સાંજના સમયે પરિવાર સાથે મુલાકાત મનને તાજગી આપશે. સ્વાસ્થ્ય સુધાર માટે પૂરતી ઊંઘ અને યોગ્ય આહાર લેવો. (ઉપાય: ભગવાન વિષ્ણુને ચણાની દાળ અને ગોળ અર્પણ કરો.)
નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
