AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કબજિયાતની સમસ્યા પીછો નથી છોડી રહી ? દવાઓ વિના પાચનતંત્ર સાફ રાખવું હોય, તો બસ આટલું કામ કરો

સવારે પેટ સાફ ન થવું અથવા મળ ત્યાગ વખતે સતત જોર લગાવવું એ પાચનતંત્રની મોટી ગડબડ દર્શાવે છે. ઘણીવાર રોજ દવાનો ઉપયોગ કરવા છતાં લોકોને આ સમસ્યામાંથી કાયમી રાહત મળતી નથી. હવે આ આદતો પાછળના અસલી કારણો શું છે અને દિલ ખોલીને પેટ સાફ કરવા માટે કયા ઘરેલું નિયમો અપનાવવા જોઈએ? તે અંગે ગૅસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટે મહત્વની માહિતી આપી છે.

| Updated on: Oct 09, 2026 | 6:27 PM
Share
સવારે પેટ સાફ ન થવું, મળ ત્યાગમાં મુશ્કેલી થવી અથવા શૌચ દરમિયાન જોર લગાવવું એ કબજિયાતના લક્ષણો હોઈ શકે છે. ઘણા લોકો આના કારણે ખૂબ પરેશાન રહે છે. પેટ સાફ કરવા માટે લોકો દવાનો પણ સહારો લે છે. તેમ છતાં પણ આ સમસ્યામાંથી છુટકારો મળી શકતો નથી. એવામાં સવાલ એ છે કે, આખરે આનાથી કેવી રીતે છુટકારો મેળવવો?

1 / 7
ગૅસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટના જણાવ્યા અનુસાર, આના સામાન્ય કારણોમાં આહારમાં ફાઈબરની કમી, પૂરતું પાણી ન પીવું, શારીરિક પ્રવૃત્તિ ઓછી હોવી અને અનિયમિત દિનચર્યા હોઈ શકે છે.

2 / 7
સવારે ઊઠીને પાણી પીવું અને નાસ્તા પછી શૌચાલય જવાની ટેવ પાડવી મદદરૂપ થઈ શકે છે. જમ્યા પછી આંતરડાની પ્રવૃત્તિ વધે છે, જેનાથી મળ ત્યાગ કરવો સરળ બની શકે છે. શૌચ દરમિયાન વધુ જોર લગાવવાથી બચો અને શરીરની કુદરતી જરૂરિયાતને ન ટાળો.

3 / 7
કબજિયાતની તકલીફથી કાયમ માટે છુટકારો મેળવવા માટે આજના ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ વધારવું અત્યંત જરૂરી છે. આના માટે તમારે રોજિંદા આહારમાં પપૈયું, જામફળ, સફરજન જેવાં ફળો, પાલક અને મેથી જેવાં લીલાં પાંદડાવાળાં શાકભાજી, વિવિધ પ્રકારના કઠોળ, ઓટ્સ અને ઘઉં-બાજરી જેવા આખા અનાજનો ખાસ સમાવેશ કરવો જોઈએ.

4 / 7
આ સિવાય પૂરતું પાણી પીઓ અને રોજ 20 થી 30 મિનિટ ચાલો. ખાસ વાત એ છે કે, આ ટેવો મળને નરમ રાખવામાં અને આંતરડાની પ્રવૃત્તિ સુધારવામાં મદદ કરી શકે છે.

5 / 7
જો કબજિયાત સતત રહે છે અથવા ઘરેલું ઉપાયોથી ઠીક નથી થતી, તો ગૅસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટની સલાહ લો. મળમાં લોહી આવવું, પેટમાં અસહ્ય દુખાવો, ઊલટી અથવા પેટ ફૂલવાની સાથે મળ અને ગેસ બિલકુલ ન નીકળવા પર તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.

6 / 7
ધ્યાન રાખો કે, દરેક વ્યક્તિનો શૌચ કરવાનો સમય અલગ હોઈ શકે છે. જરૂરી એ છે કે, મળ ત્યાગ સરળ હોય અને તેમાં દુખાવો કે વધુ પડતું જોર ન લગાવવું પડે.

7 / 7
ડિસ્ક્લેમર: (આ આર્ટિકલમાં સૂચવેલ ટિપ્સ માત્ર સામાન્ય જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ પણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા અથવા પોતાના આહારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા કે કોઈ પણ બીમારી સંબંધિત ઉપાય કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈ પણ પ્રકારના દાવાની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)

આ 5 લોકોએ ભૂલથી પણ ન ખાવી જોઈએ ‘મગફળી’, નહીં તો લેવાના દેવા પડી જશે

Follow Us
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!

તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત

વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું

ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video

કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video

જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video

Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી

મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે

પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’

g clip-path="url(#clip0_868_265)">