AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, અણઘડ આયોજન સામે વિપક્ષે ઉઠાવ્યા સવાલ- Video

જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, અણઘડ આયોજન સામે વિપક્ષે ઉઠાવ્યા સવાલ- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2026 | 7:23 PM
Share

જુનાગઢ શહેરમાં ચાલી રહેલા ભુગર્ભ ગટર, પાણીની પાઇપલાઇન અને રસ્તાનાં વિકાસ કામોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારનાં આરોપથી સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. જો કે મનપાએ આ તમામ આરોપોને ફગાવ્યા છે.

જુનાગઢ શહેરમાં હાલ રૂપિયા સાતસો કરોડનાં ખર્ચે ભુગર્ભ ગટર. રૂપિયા 150થી 200 કરોડનાં ખર્ચે પાણીની નવી પાઇપલાઇનો અને આર.સી.સી. રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ આયોજનના અભાવે કામગીરી થતી હોવાનો આરોપ છે જેને કારણે યોજનમાં ખર્ચ વધી રહ્યો છે અને લોકો તો સુવિધાથી વંચિત જ છે. રસ્તાનાં ખોદકામને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિપક્ષના નેતા લલિત પરસાણાએ મનપાની કામગીરી પર સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે, એક કામગીરી ચાલુ હોય ત્યારે બીજી લાઇન તોડી નાખવામાં આવે છે. ગટરના કામ વખતે નવી પાણીની લાઇન અને પાણીના કામ વખતે ગટર લાઇનો ડેમેજ થાય છે. રિપેરિંગ બાદ રોડ બનાવી દેવાય છે, પણ મહિના-બે મહિનામાં રિપેર કરેલો ભાગ ફરી તૂટતાં નવો જ રોડ ફરી ખોદવો પડે છે. આમ આવા અણઘડ આયોજનવાળા વિકાસ કામોથી કોને ફાયદો થયો છે તે અંગે વિપક્ષે સવાલ કર્યા છે.

બીજી તરફ વર્ષ 2021થી ચાલતું ભુરર્ભ ગટરનું કામ સમયસર પુર્ણ ન થતા સ્થાનિકોમાં પણ આક્રોશ છે. ભુગર્ભ ગટર યોજનાથી દામોદર કુંડને સ્વચ્છ રાખવાનો ઉદ્દેશ તો સર્યો નથી તેવો પણ સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે. સ્થાનિકોએ ભુગર્ભ ગટર યોજનાને ભુગર્ભ ગટર ભ્રષ્ટાચાર યોજના ગણાવી રહ્યા છે.

વિપક્ષના આ ગંભીર આક્ષેપો સામે જૂનાગઢ મહાનગરપાલિકાના ડે. કમિશનરે ખુલાસો આપ્યો છે કે કમિશનરના માર્ગદર્શન હેઠળ દરોજજ સાઇટ વિઝિટ કરીને કામગીરીનું સતત નિરિક્ષણ કરાઇ રહ્યું છે. ભુગર્ભ ગટરની કામગીરી દરમિયાન પુરતી તકેદારી રાખવામાં આવતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. છતાં રસ્તા અને ગટરમાં જ્યાં નુકસાન થયું છે તેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવશે તેવો દાવો મનપાનાં અધિકારીએ કર્યો છે. જો કે આક્ષેપ અને દાવાઓ વચ્ચે હાલ તો જૂનાગઢની જનતા હાલાકી ભોગવી રહી છે. જુનાગઢની જનતા તેમણે ભરેલા વેરાનું યોગ્ય વળતર મળે તે માટે મીટ માંડીને બેઠી છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

Breaking News: શક્તિપીઠ અંબાજીના સુપ્રસિદ્ધ મોહનથાળના પ્રસાદને મળ્યો GI ટેગ, શુદ્ધતા અને ગુણવત્તા જાળવવામાં મળશે મદદ

 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">