Gold Rate: સોનું ફરી થયું મોંઘુ, જાણો 24 કેરેટનો ભાવ કેટલે પહોંચ્યો
હાલમાં, સોનાની કિંમતમાં ઉતાર-ચઢાવ ચાલુ છે. જો કે, બુધવાર, 11 જૂનના રોજ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. તો ચાલો જાણીએ, સોનાનો આજ ભાવ કેટલે પહોંચ્યો.

ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, મજબૂત વૈશ્વિક વલણોને અનુરૂપ રિટેલરો અને સ્ટોકિસ્ટો દ્વારા નવી ખરીદીને કારણે બુધવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનાનો ભાવ 820 રૂપિયા વધીને 98,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામે થયો હતો.

99.5 ટકા શુદ્ધતા ધરાવતી કિંમતી ધાતુ 750 રૂપિયા વધીને 98,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગઈ છે. જો કે, બુધવારે ચાંદીની કિંમત કિલોએ 1,07,100 રૂપિયાએ પહોંચી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ 12.09 ડોલર પ્રતિ ઔંસ એટલે કે 0.36 ટકા વધીને 3,334.69 ડોલર પ્રતિ ઔંસ થયો હતો.

ટેરિફ સંબંધિત અનિશ્ચિતતા અંગે અને વેપારીઓની ચિંતાઓ વચ્ચે સોનાના ભાવમાં સલામત માંગ જોવા મળી, જેથી વધારો થયો હતો. HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, ફેડરલ અપીલ કોર્ટના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વૈશ્વિક ટેરિફ લાદવાની મંજૂરી આપતા ચુકાદા પછી આ અનિશ્ચિતતા આવી છે.

ગાંધીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે, આ ચિંતાઓએ અમેરિકા અને ચીન વચ્ચે હકારાત્મક વેપાર વાટાઘાટોથી ઉત્પન્ન થયેલા આશાવાદને થોડો ઓછો કરી દીધો છે. લંડનમાં તેમની બે દિવસીય વાટાઘાટો દરમિયાન બંને પક્ષો વેપાર તણાવ ઘટાડવા માટેની યોજના પર સંમત થયા હતા.

કોમોડિટી બજારના નિષ્ણાતોના મતે, રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષને કારણે ઉભા થયેલા જિયો પોલિટિકલ તણાવને કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ વધી રહી છે. જો કે, વૈશ્વિક બજારોમાં હાજર ચાંદી 0.5 ટકા ઘટીને $36.34 પ્રતિ ઔંસ થઈ ગઈ છે.

કોટક સિક્યોરિટીઝના AVP-કોમોડિટી રિસર્ચ, કાયનત ચેઈનવાલાએ જણાવ્યું હતું કે, બજારના સહભાગીઓ આવનારા યુએસ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા પર નજર રાખશે, જે પછીથી રિપોર્ટમાં જારી કરવામાં આવશે. આનાથી, નાણાકીય નીતિના દૃષ્ટિકોણ વિશે વધુ માહિતી મળી આવશે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, આથી તેનો ભાવ શું ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો






































































