Gujarati News » Photo gallery » From 'Sher Shah', 'Uri' to 'Border', there has been a close up battle in these films
Russia-Ukraine War: ‘શેરશાહ’, ‘ઉરી’થી લઈને ‘બોર્ડર’ સુધી આ ફિલ્મોમાં નજીકથી બતાવવામાં આવ્યું છે યુદ્ધ અને બે દેશોના યુદ્ધની સ્થિતિ
યુક્રેનથી હુમલાની તસવીરો જોઈને લોકો તેને વિશ્વ યુદ્ધ 3નું નામ આપી રહ્યા છે. બોલિવૂડની ફિલ્મોમાં પણ ડઝનેક વખત બે દેશો વચ્ચે પરસ્પર યુદ્ધ અને યુદ્ધની સ્થિતિને નજીકથી બતાવવામાં આવી છે. ચાલો જાણીએ કંઈ છે તે ફિલ્મો-
શેરશાહ: વર્ષ 2021માં રિલીઝ થયેલી ફિલ્મ શેરશાહમાં કારગિલ યુદ્ધની વાર્તા કેપ્ટન વિક્રમ બત્રાના પરિપ્રેક્ષ્યમાં દર્શાવવામાં આવી છે. કેપ્ટન વિક્રમ બત્રા જેનું કોડ નેમ શેરશાહ હતું. તેણે કારગીલ યુદ્ધ દરમિયાન પોતાનો જીવ આપ્યો. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ વિક્રમની ભૂમિકા ભજવી હતી. જેને તાજેતરમાં આ ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેતાનો દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં કિયારા અડવાણીએ વિક્રમની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ જોરદાર હિટ રહી હતી. જેના માટે લીડ કાસ્ટને પણ ઘણી પ્રશંસા મળી હતી.
(Image-Gulte)
1 / 9
ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક: વિકી કૌશલ, યામી ગૌતમ સ્ટારર ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક 2016માં પાકિસ્તાન દ્વારા ઉરી કેમ્પ પર થયેલા હુમલાની વાર્તા છે. જેમાં ઘણા ભારતીય સૈનિકો શહીદ થયા હતા. પાકિસ્તાનનો સામનો કરવા માટે ભારતે સફળ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. જેનું નેતૃત્વ વિહાન સિંહ શેરગીલ કરી રહ્યા હતા. વિહાનની ભૂમિકા વિકી કૌશલે ભજવી હતી. આ ફિલ્મ વર્ષ 2019માં પુલવામા હુમલાના એક મહિના પહેલા જ રિલીઝ થઈ હતી. આ ફિલ્મનો ડાયલોગ હાઉ ધ જોશ ઘણો લોકપ્રિય થયો છે.
(Image-1film.in)
2 / 9
લક્ષ્ય: વર્ષ 2004માં રીલિઝ થયેલી ફિલ્મ લક્ષ્ય કરણ શેરગીલની વાર્તા છે. જેનાં જીવનમાં કોઈ ધ્યેય નહોતો. પરિવારના દબાણને કારણે કરણ આર્મીમાં ભરતી થાય છે, પરંતુ ટ્રેનિંગના નિયમો, કાયદા અને મહેનતથી કંટાળીને તે ભાગી જાય છે. તેના પરિવાર અને ગર્લફ્રેન્ડની નારાજગીને શાંત કરવા માટે, કરણ ફરીથી આર્મી ટ્રેનિંગમાં પાછો ફરે છે અને લેફ્ટનન્ટ બને છે. આ એક કાલ્પનિક વાર્તા છે જેમાં કરણ કારગિલ યુદ્ધમાં તેની ટીમનું નેતૃત્વ કરે છે.
(image-Bollywood film trailer)
3 / 9
કેસરી: 2019ની ફિલ્મ કેસરી સારાગઢીના યુદ્ધની વાસ્તવિક ઘટના પર આધારિત છે. જ્યાં બ્રિટિશ ભારતીય સેનાના માત્ર 21 શીખ સૈનિકોએ 10,000 આફ્રિદી અને ઓરકઝાઈ પશ્તુન આદિવાસીઓ સામે લડ્યા હતા. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા મુખ્ય ભૂમિકામાં હતા.(IMage-hindustan times)
4 / 9
ભુજ : પ્રાઈડ ઓફ નેશન:
ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવેલી ફિલ્મ ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા વર્ષ 1971માં ભારત-પાક યુદ્ધની વાસ્તવિક ઘટના પર આધારિત છે. યુદ્ધ દરમિયાન IAF અધિકારી વિજય કર્ણિકે કટોકટીની સ્થિતિમાં 300 ગામડાંની મહિલાઓની મદદથી રન-વે તૈયાર કરાવ્યો હતો. રાતોરાત બનેલા આ રન-વે સાથે તેણે ઈતિહાસ રચ્યો.
(Image-boxoffice world wide)
5 / 9
ટેંગો ચાર્લી: 2005ની ફિલ્મ ટેંગો ચાર્લી ચાંદએ BSF જવાનોની વાર્તા છે. જેમને ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદને કારણે કારગીલ મોકલવામાં આવે છે. યુદ્ધના વાતાવરણ વચ્ચે સમગ્ર બટાલિયનને ઘણો સંઘર્ષ કરવો પડે છે.
(Image-YouTube)
6 / 9
બોર્ડર: વર્ષ 1997માં રિલીઝ થયેલી ફિલ્મ બોર્ડર એક બ્લોકબસ્ટર ફિલ્મ હતી. જે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત હતી. આ ફિલ્મ લોંગેવાલા યુદ્ધ પર પ્રકાશ ફેંકે છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે 120 બહાદુર ભારતીય સૈનિકો રાજસ્થાનની લોંગેવાલા પોસ્ટ પર આખી રાત પાકિસ્તાનની ટેન્ક રેજિમેન્ટનો સામનો કરે છે.
7 / 9
LOC કારગિલ: અજય દેવગણ, સંજય દત્ત, અભિષેક બચ્ચન, સુનીલ શેટ્ટી અભિનીત LOC કારગિલ ભારતીય સેનાના સફળ ઓપરેશન વિજયની વાર્તા વર્ણવે છે. જે 1999માં શરૂ કરવામાં આવી હતી. આ ઓપરેશન પાકિસ્તાનીઓ દ્વારા કારગીલ પર કબજો રોકવા માટે શરૂ કરવામાં આવ્યું હતું.
(Image-Bollywood hangman)
8 / 9
એરલિફ્ટ: વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ એરલિફ્ટ કુવૈત ઇરાક યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને બચાવવાની વાર્તા છે. આ ફિલ્મમાં અક્ષય કુમારે રણજીતની ભૂમિકા ભજવી હતી. જેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને ઘણા ભારતીયોને સુરક્ષિત રીતે ભારત લઈ ગયા હતા.(Image-koimoi)