એડવાન્સ ટેક્સ હપ્તા - આવકવેરા કાયદાની કલમ 208 મુજબ, દરેક કરદાતા જેની અંદાજિત કર જવાબદારી રૂ. 10,000 કે તેથી વધુ છે તે એડવાન્સ ટેક્સ ચૂકવી શકે છે, જે ચાર હપ્તામાં ભરવાનો હોય છે. દરેક નાણાકીય વર્ષમાં પ્રથમ હપ્તાની અંતિમ તારીખ 15 જૂન, બીજો 15 સપ્ટેમ્બર, ત્રીજો 15 ડિસેમ્બર અને ચોથો હપ્તો 15 માર્ચ છે. તેથી, જે કરદાતાઓએ અગાઉના ત્રિમાસિક ગાળામાં એડવાન્સ ટેક્સના હપ્તા ભર્યા છે તેમને સલાહ આપવામાં આવે છે કે એડવાન્સ ટેક્સનો છેલ્લો હપ્તો ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ, 2022 છે.