Gujarati News » Photo gallery » Free Wi Fi facility at 6100 railway stations of the country but also understand the dangers of free Wi Fi
દેશના 6100 રેલવે સ્ટેશન પર ફ્રી વાઈ-ફાઈની સુવિધા, પરંતુ મફતમાં મળતા વાઈ-ફાઈમાં જોખમ પણ જાણી લો
રેલવેનું કહેવું છે કે, કેટલાક હોલ્ટ સ્ટેશનો સિવાય દેશના 100% સ્ટેશનો Wi-Fi કવરેજ હેઠળ આવ્યા છે. જો કે, ટેક નિષ્ણાતો મફત Wi-Fi દ્વારા પ્રદાન કરવામાં આવતા ઇન્ટરનેટને સલામત માનતા નથી. જાણો, ફ્રી વાઇ-ફાઇનો ઉપયોગ કરતી વખતે કયા જોખમો છે.
હવે દેશભરના 6100 રેલવે સ્ટેશનો (Railway Station)પર હાઈ સ્પીડ ફ્રી વાઈ-ફાઈ ઈન્ટરનેટ(WiFi Internet)ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધા રેલટેલ દ્વારા આપવામાં આવી છે. રેલવેનું કહેવું છે કે, કેટલાક હોલ્ટ સ્ટેશનો સિવાય દેશના 100% સ્ટેશનો Wi-Fi કવરેજ હેઠળ આવ્યા છે. જો કે, ટેક નિષ્ણાતો મફત Wi-Fi દ્વારા પ્રદાન કરવામાં આવતા ઇન્ટરનેટને સલામત માનતા નથી. જાણો, ફ્રી વાઇ-ફાઇનો ઉપયોગ કરતી વખતે કયા જોખમો છે.
1 / 5
નિષ્ણાતો માને છે કે એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઇ સ્પોટનો ઉપયોગ કરવાથી તમને સાયબર એટેકનું જોખમ રહે છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટમાં સરકારી એજન્સી ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-in)એ પણ ખતરો હોવાનું જણાવ્યું છે. ટીમનું કહેવું છે કે વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (VPN) નો ઉપયોગ પબ્લિક Wi-Fi કરતા વધુ સુરક્ષિત છે.
2 / 5
ફ્રી વાઈ-ફાઈના ઉપયોગ દરમિયાન સાયબર એટેક થાય છે અને જો આવું કરનાર હેકર સફળ રહે છે તો યુઝરની ઘણી મહત્વપૂર્ણ માહિતી ચોરાઈ શકે છે. જેમ કે- ક્રેડિટ કાર્ડ નંબર, પાસવર્ડ, ચેટ મેસેજ, ઈમેલ વગેરે. આ રીતે, નિષ્ણાતો જાહેર Wi-Fi નો ઉપયોગ કરવાને બદલે વ્યક્તિગત ઇન્ટરનેટ અથવા વાયર્ડ ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે.
3 / 5
સાયબરાબાદ ક્રાઈમ પોલીસનું કહેવું છે કે, અસુરક્ષિત નેટવર્કમાં સેફ્ટી ફીચર્સ હોતા નથી, તેથી જોખમ વધારે રહે છે. જો તમે અજાણ્યા Wi-Fi નો ઉપયોગ કરી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે આ સમય દરમિયાન ઓનલાઈન બેંકિંગનો ઉપયોગ કરવાનું ટાળો. આવું કરવું યુઝર્સ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
4 / 5
નિષ્ણાતો કહે છે કે, જો તમારે ઇમરજન્સીમાં પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ કરવો હોય તો ઓનલાઈન પૈસાની લેવડ-દેવડ કરવાનું ટાળો અને ઈન્ટરનેટનો જરૂરી ઉપયોગ કર્યા પછી વાઈ-ફાઈ બંધ કરી દેવું એ વધુ સારો વિકલ્પ છે. Edited By Pankaj Tamboliya