3 પત્ની, 5 બાળકો, 2 દિકરી, 3 દિકરા, 1 જમાઈ, ડોનાલ્ડ ટ્રમ્પ નવા ટેરિફથી આવ્યા ચર્ચામાં, આવો છે તેમનો પરિવાર
ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ બોમ્બ ઝિંક્યો છે. ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર 26 ટકા ટેરિફની જાહેરાત કરવામાં આવી છે. ભારત સહિત અનેક દેશો પર નવા ટેરિફ દરની જાહેરાત કરવામાં આવી છે. 9 એપ્રિલથી અમેરિકા નવા ટેરિફ દર લાગુ કરશે.તો આજે આપણે 5 બાળકો, 2 દિકરીઓ,1 જમાઈ ,2 વહુ અને 5 પૌત્ર-પૌત્રીના ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર વિશે જાણીએ.

ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહ્યા છે. તો આજે ટ્રમ્પની લાઈફ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો વિશે જાણીએ.

ડોનાલ્ડ ટ્રમ્પનો પરિવાર એટલું મોટો છે કે, અડધા મત તો પરિવારમાંથી મળી જાય છે. તો જુઓ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર વિશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં તેમના ટેરિફ પ્લાનને લઇને દુનિયાભરમાં ચર્ચામાં આવી ગયા છે.

ડોનાલ્ડ જ્હોન ટ્રમ્પનો જન્મ 14 જૂન, 1946ના રોજ, ક્વીન્સ, ન્યુ યોર્ક સિટીમાં જમૈકા હોસ્પિટલમાં થયો હતો, જે ફ્રેડ ટ્રમ્પ અને મેરી એન મેકલિયોડ ટ્રમ્પના ચોથા સંતાન છે.

13 વર્ષની ઉંમરે તેમણે ન્યૂયોર્ક મિલિટરી એકેડમીમાં પ્રવેશ કર્યો.1964માં તેમણે ફોર્ડહામ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. બે વર્ષ પછી તેઓ પેન્સિલવેનિયા યુનિવર્સિટીની વોર્ટન સ્કૂલમાં દાખલ થયા, મે 1968માં અર્થશાસ્ત્રમાં વિજ્ઞાનમાં સ્નાતક થયા.

ડોનાલ્ડ ટ્રમ્પે 3 વખત લગ્ન કર્યા છે. તેના ત્રણેય લગ્ન ખુબ જ દિલચસ્પ રહ્યા છે. 5 મિનિટની મુલાકાતમાં તો નંબર પણ માંગી લીધા હતા. તો એક પત્નીને જોતા જ પ્રેમ થઈ ગયો હતો. બિઝનેસમેનની સાથે દુનિયાના સૌથી અમીર લોકોમાંથી એક છે ટ્રમ્પ

ટ્રમ્પના પિતા બિલ્ડર અને રિયલ એસ્ટેટના વેપારી હતી.ડોનાલ્ડ ટ્રમ્પે 3 વખત લગ્ન કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી પત્નીનું નામ ઈવાના ટ્રમ્પ છે. તેમના બે બાળકો, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પ છે. ટ્રમની દિકરી ઇવાન્કા પિતા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમના ભારત પ્રવાસ પર આવી ચૂકી છે. આ ઉપરાંત તેના પતિ જેરેડ કુશનર પણ ભારત આવી ગયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પની પહેલી પત્નીનું નામ ઈવાના ટ્રમ્પ છે. બીજી પત્નીનું નામ માર્લા મેપલ્સ છે અને ત્રીજી પત્નીનું નામ તેમજ અમેરિકાની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ છે.આજે આપણે 5 બાળકો, 2 દિકરીઓ,1 જમાઈ ,2 વહુ અને 5 પૌત્ર-પૌત્રીના ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર વિશે જાણીએ.

ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા લગ્ન ઈવાના સાથે કર્યા હતા. જે એક ઓલિમ્પિક ખેલાડી હતી. વર્ષ 1977માં તેમણે ઈવાના જેલ્વીકોવા સાથે લગ્ન કર્યા છે. આ બંન્નેને 3 બાળકો છે. ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર, ઈવાંકા અને એિકા છે.ઈવાનાનું વર્ષ 2022માં નિધન થયું છે. (Getty photo)

બીજા લગ્ન 1993માં માર્લા મેપલ્સ સાથે કર્યા હતા. માર્લા મેપલ્સ અભિનેત્રી છે. માર્લા મેપલ્સ અને ટ્રમ્પને એક દિકરી છે જેનું નામ ટિફની છે. ટિફની સોશિયલ મીડિયા પર ખુબ એકટિવ રહે છે. તે એક ટીવી પર્સનાલિટી અને અભિનેત્રી રહી ચૂકી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ 2 લગ્નમાં સફળ ન થયો તો તેમણે ત્રીજી વખત 1995માં મેલાનિયા સાથે લગ્ન કર્યા. મેલાનિયા ટ્રમ્પ મોડલ છે. બંન્ને એક દિકરા બેરનના માતા-પિતા છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
